પોરબંદર મહેર એકતા સમિતિના સ્થાપક અને આપ ના પ્રદેશ ઉપાધ્યક્ષ ના ફ્લેટની નીચે ગઈકાલે રાત્રે ત્રણ શખ્સો સ્કુટર માં કુહાડી સાથે આવતા આ અંગે તેઓએ સી.સી.ટી.વી. ફૂટેજ સાથે પોલીસને રજૂઆત કરી છે.
પોરબંદર ના મહેર અગ્રણી અને ‘આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ નાથાભાઈ ઓડેદરા એ પોલીસ ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે તેઓ રહે છે તે ગાયત્રી હાઈટ્સ એપાર્ટમેન્ટ નીચે ગત રાત્રે ત્રણ શખ્સો કુહાડી જેવા હથિયારો સાથે નજરે ચડયા હતા. આથી તેઓએ આ અંગે સી.સી.ટી.વી. ફૂટેજ મારફત વધુ માહિતી મેળવતા આ ત્રણ શખ્શો સ્કુટર માં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અને તેના નંબર ૨૨ હોવાનું જણાયું હતું. આથી કુહાડી જેવા હથિયાર સાથે આંટાફેરા કરી રહેલા આ સખ્શો કોણ હતા તે અંગે તપાસ ની માંગ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઉલ્લેખનીય છે કે, નાથાભાઈ એ ઓડદરની છેલાણા ગેંગ સામે લડત ચલાવી હતી અને કાયદાકીય કાર્યવાહી કરી હતી જેથી આ ગેંગ સામે અનેક ગુન્હાઓ નોંધાયા હતા અને ગુજસિટોક હેઠળ પણ કાર્યવાહી થઈ હતી ત્યારે પોલીસે એ દિશા માં પણ વધુ તપાસ હાથ ધરી છે.