પોરબંદર
રાણાવાવ પંથક ના અણીયારી ગામે વાડી વિસ્તાર માં ગત મોડી રાત્રે દીપડા એ કુતરા નું મારણ કરતા સ્થાનિકો માં ભય જોવા મળે છે.અને વહેલીતકે પાંજરું મૂકી દીપડા ને ઝડપી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.તો બીજી તરફ ભોદ વાડી વિસ્તાર માં છેલ્લા બે દિવસ થી આંટાફેરા કરતી દીપડીને વન વિભાગે ઝડપી લીધો છે.
ઉનાળા ની શરુઆત જ થઇ છે ત્યાં રાણાવાવ ના બરડા ડુંગર માં આવેલ જંગલ વિસ્તાર માં વસવાટ કરતા દીપડાઓ એ ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ કર્યું હોય તેમ ભોદ ગામે વાડી વિસ્તાર માં છેલ્લા બે દિવસ થી દીપડા એ પડાવ નાખતા સ્થાનિકો માં ભય જોવા મળતો હતો.આથી વન વિભાગે ત્યાં પાંજરું મુકતા ગત મોડી રાત્રે અંદાજે અઢી વર્ષ ની દીપડી પાંજરે કેદ થઇ હતી.જયારે બીજી તરફ રાણા વડવાળા નજીક આવેલ તુંબડતોલ નેસ માં રહેતા લાલજીભાઈ કુછડીયા ની વાડી માં ગત મોડી રાત્રે એક ખુંખાર દીપડો આવી ચડ્યો હતો.અને કુતરા નું મારણ કર્યું હતું.જે અંગે જાણ થતા વાડી માલિક તથા આસપાસ ના ખેડૂતો એ હાકલા પડકારા કરતા દીપડો ત્યાંથી નાસી છુટ્યો હતો.સ્થાનિકો એ રાણાવાવ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ ઓઘડભાઈ ખિસ્તરિયાને જાણ કરતા તેઓએ રાણાવાવ આર એફ ઓ ને જાણ કરતા તેમના દ્વારા ત્યાં પાંજરું મૂકી દીપડા ને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.