પોરબંદર સહિત રાજ્યના માછીમારો જુદા જુદા પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ત્યારે ખારવા સમાજના આગેવાનોના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રીની રૂબરૂ મુલાકાત કરી હતી. આથી મંત્રી એ તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સૂચના આપી હતી.
ગાંધીનગર ખાતે પોરબંદર સમસ્ત ખારવા સમાજ નાં વાણોટ/પ્રમુખ પવન શિયાળ, અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળ નાં ઉપ પ્રમુખ તથા પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએસનનાં પ્રમુખ મુકેશ પાંજરી સાથે ગુજરાત પ્રદેશ માચ્છીમાર સેલ સંયોજક મહેન્દ્ર જુંગી,ખારવા સમાજ પટેલ અનિલ લોઢારી, બોટ એસોસીએશન સેક્રેટરી રાજુ બાદરશાહી, ગુજરાત માચ્છીમાર સેલ નાં સદસય હર્ષિત શિયાળ નાં એક પ્રતિનિધિ મંડળ દ્રારા રાજ્ય નાં મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ ની રૂબરૂ મુલાકાત લઇ ગુજરાત નાં માચ્છીમારો ને મુંજવતા પ્રશ્નો અને વિકાસ બાબતે ૧૩ બાબતો ની ભારપૂર્વક ની રજુઆત કરેલ હતી અને ફલશ્રૃતિ રૂપે મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ દ્રારા બધી રજુઆતો બાબત ગંભીરતા પુર્વક ચર્ચા કરી બધીજ બાબતો નો હકારાત્મક ઉકેલ કરવા તુરંત જ સુચના અને આદેશો કરેલ હોય. આ પ્રતિનિધિ મંડળ દ્રારા મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી નો આભાર વ્યક્ત કરેલ છે. તેમજ ખુબ ટુંક સમયમાં તેઓને પોરબંદર ગુજરાત ખારવા સમાજ ની વિઝીટ કરવા આમંત્રણ પાઠવેલ છે.
મહત્વ ની રજુઆતોમાં બંધ સીઝન દરમીયાન અન્ય રાજ્યમાં ખલાસીને જીવન નિર્વાહ ભથ્થુ ચુકવવાની યોજના અમલમાં છે. તેવી રીતે ગુજરાત નાં ખલાસીને જીવન નિર્વાહ ભથ્થુ ચુકવવામાં આવે.પાકિસ્તાન ખાતે પકડાયેલ ભારતીય માચ્છીમાર ત્યાં જેલ માં મૃત્યુ પામે તેમના પરિવાર ને જીવન નિર્વાહ અને બાળકોનાં શિક્ષણ અને ભરણ પોષણ માટે સહાય યોજના આપવામાં આવે. લાઈન ફિશીંગ કરતી બોટો ઉપર સરકાર દ્રારા કડક કાયદો બનાવીને કોસ્ટગાર્ડ, મરીન પોલીસ જેવી દરિયાઈ એજન્સીઓ તેના પર કડક કાર્યવાહી અને સજા ની જોગવાઈ લઈ આવવી જોઈએ. જેથી આ રાક્ષશી લાઈન ફિશીંગ બંધ થાય અને નાના માચ્છીમાર તેમની રોજીરોટી કમાઈ શકે. ગુજરાત ની રીયલ કાર્ફટ બોટો ૧૬૦૦૦ જેટલી છે પરંતુ તેમા વેટ રીફંડ લઈ શકે તેવી ૧૦૫૦૦ બોટો છે જે બાકી ૫૫૦૦ જેટલી બોટો ને હાઈસ્પીડ ડીઝલ ખરીદી ઉપર વેટ રીફંડ ની સહાય જાહેર કરવી જોઈએ. જેથી આવી કપરી પરિસ્થિતીમાં અસહ્ય ભાવ વધારા સામે માચ્છીમાર બોટ માલિક ટકી શકે. બોટ અને હોડી માલિકો સરકારની વિવિધ યોજનાનો સરળતા થી લાભ લઈ શકે તે માટે ડ્રો સિસ્ટમ રદ કરવી જોઈએ અને સિધ્ધાંતિક મંજુરી તુરંત મળવી જોઈએ.
ગુજરાત ની ૧૨૦૦ જેટલી ફિશીંગ બોટ પાકિસ્તાન નાં કબ્જા હેઠળ હોય તેમના બોટ માલિકો માટે સરકાર દ્રારા એક વિશેષ પેકેઝ જાહેર કરી ને તુરંતુ તેમનો લાભ આપવો જોઈએ. જેથી બોટ માલિકેને તેમની આજીવિકાનું સાધન ફરી મળી શકે. ડીપ સી ફિશીંગ બોટ બનાવવાની PMMSY યોજના ચાલુ હોય તેમા વધુમાં વધુ માચ્છીમારો લાભ મળે તે માટે જે અરજીઓ કરેલ છે તેમને મંજુરી આપવી જોઈએ. અને હુંક કેચ કે ગીલનેટ માટે કોઈ પ્રશિક્ષિત ક્રુ મેમ્બર (ખલાસીઓ) ન હોવાથી ગુજરાતમાં અદ્યતન તાલીમ કેન્દ્ર ઉભા કરવામાં આવે. અન્ય રાજ્યોમાં આવા તાલીમ કેન્દ્રો ઉપલબ્ધ છે જો આવા તાલીમ કેન્દ્ર ગુજરાત ને પુરા પાડવામાં આવે તો માચ્છીમારોને પ્રોત્સાહન મળી રહે અને આવી તાલીમો માટે અન્ય રાજ્યોમાં જવાની ફરજ ન પડે
રાજ્ય સરકારની યોજનામાં જુની લાકડા ની ફિશીંગ બોટ ઉપર ફાઈબર કોટીંગ કરવા માટેની સહાય PMMSY યોજના માં સમાવેશ કરવો જેથી માચ્છીમારનાં બહોળા સમુદાય ને તેનો ફાયદો મળી શકે. પરંપરાગત માચ્છીમારની વ્યાખ્યા નક્કી કરી જે પ્રકારે ગુજરાત નાં જમીન ખેડૂતોને સરકારી લાભો મેળવવા માટે ગુજરાત રાજ્ય દ્રારા ખાતેદાર નોંધણી થાય તેજ પ્રકારે પરંપરાગત સાગખેડૂઓ પેઢી ઓળખ નક્કી કરી તેમને પણ આ પ્રકારનાં ઓળખપત્ર મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલ માચ્છીમારી જ્ઞાતિ કે બોટ એસોસીએશન સંસ્થાનું સંકલન કરી એક કાયદો બનાવવો જોઈએ.ગુજરાત નાં દરિયામાં જે ઔધોગિક એકમોનું કેમીકલ યૂક્ત ઝેરી પાણી છોડવામાં આવે છે. જેનાં કારણે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ માચ્છીમારની આજીવિકા ઉપર ગંભીર ખતરો ઉભો થયેલ છે. જેથી આવા ઔધોગિક ઉપર એકશન લઈ ને કેમીકલ યૂક્ત ઝેરી પાણી દરિયામાં ન છોડવું જોઈએ.
માચ્છીમારી સમાજ માંથી આવતી બહેનો તેમના ભરણપોષણ માટે છુટક મચ્છી વહેચાણ કરતી હોય છે. તેમના માટે સરકારશ્રી દ્રારા એક આધુનિક મચ્છી માર્કેટ બનાવી આપવી જોઈએ. બંદરોની અંદર શૌચાલય, પીવાનું શુધ્ધ પાણી, ફાયર સેફટી, લાઈટ ની સુવિધાઓ તાત્કાલીક ઉભી કરવામાં આવે તેમજ બંદરોની સાફ સફાઈ નિયમિત થવી જોઈએ. નાની માછલી (જુવેનાઈલ) માચ્છીમારી ઉપર અન્ય રાજ્યોમાં આવી માચ્છીમારી માટે કડક કાયદા બનાવવામાં આવેલ જેમા જો કોઈ બોટ નાની માછલી (જુવેનાઈલ) માચ્છીમારી કરતી પકડાય તેના માલિકને લગભગ 2.5 લાખ જેટલી ભારે રકમ ચુકવીને સજા કરવામાં આવે છે. તેથી આવી જોગવાઈ ગુજરાત રાજ્યમાં પણ થવી જોઇએ.તે સહિતની મહત્વની રજૂઆત કરાઈ છે.