પોરબંદર ખાતે સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન સેપ્ટ યુનિવર્સીટી અમદાવાદ દ્વારા 200 થી 300 વર્ષ જૂની ઐતિહાસિક ઇમારતોનું ડિજિટલ દસ્તાવેજીકરણ કરાયું છે.
અમદાવાદની સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન સેપ્ટ યુનિવર્સીટી દ્વારા ઓક્સફર્ડ બ્રુક યુનિવર્સીટી લંડનના સહિયોગ દ્વારા ગુજરાત તેમજ સૌરાષ્ટની અનેક ઐતિહાસિક લાકડાની હવેલીઓ તેમજ જેમાં લાકડાનું વધુ પડતું બાંધકામમાં ઉપયોગ થયો હોઈ તેવી લુપ્ત થવા ના આરે આવેલ ધરોહરોનું દસ્તાવેજીકરણ કરવામાં આવેલ જેમાં ફેરો કંપનીના ડિજિટલ સ્કેનર, ડ્રોન તેમજ અન્ય અતિ આધુનિક ઉપકારનો દ્વારા ધરોહરોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું .
અમદાવાદની સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન સેપ્ટ યુનિવર્સીટીના સંશોધકો અને નિષ્ણાતો દ્વારા પોરબંદર ખાતે જૂન મહિનામાં આવી જૂની ધરોહરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને મૂલ્યાંકન થયા બાદ દસ્તાવેજીકરણ માટે તૈયારીઓ શરુ કરવામાં આવી. પોરબંદરના મહારાજા નટવરસિંહજીના જન્મસ્થળ તેવા શીતળાચોક દરબારગઢ, પોરબંદર રસાલદારનું ઘર તેમજ કસ્તુરબા ગાંધીના રહેણાંકનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર દસ્તાવેજીકરણમાં પોરબંદરના ઐતિહાસિક વારસાના સંવર્ધન માટે કાર્યરત પોરબંદર કન્ઝર્વેટરી સંસ્થાના સ્થાપક પ્રમુખ તેમજ રાજવી પરિવાર સાથે સંકળાયેલ નિશાંત જી બઢની સંસ્થા સાથે સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન સેપ્ટ યુનિવર્સીટીએ સંકલન સાધ્યું હતું. આ દસ્તાવેજીકરણને પોરબંદરના યુવરાજ હરેન્દ્રકુમાર, રાજવી પરિવારના પ્રા. સેક્રેટરી સુમનસિંહજી ગોહેલ, નગરપાલિકાના પ્રમુખ ડૉ ચેતનાબેન તિવારી ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ તેમજ હિરલબા જાડેજા, રાજેશ લાખાણી ડૉ સુરેશ ગાંધીએ અહમદાવાદની સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન સેપ્ટ યુનિવર્સીટીના જીગ્ના દેસાઈ, મૃદુલા માને, સાત્વિક પંચોલી, નિશ્રા શાહ, અશના પટેલ, દ્રષ્ટિ નાકરાણી, વિદિષા પુરોહિત અને શ્રીરામ ને શુભેચ્છાઓ પાઠવી હતી.




