પોરબંદર પાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવી હોય તેમ આજે એન આર આઈ ની 5 સહીત 9 મિલ્કત સીલ કરી છે.
માર્ચ એન્ડીંગ નજીક છે ત્યારે પોરબંદર પાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવી છે.ગઈકાલે પાલિકા ટેક્સ ઇન્સ્પેકટર વિપુલભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા લાંબા સમય થી વેરો બાકી હોય તેવા ૧૧ સ્થળો એ મિલ્કત સીલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બે મિલ્કત ધારકો એ સ્થળ પર જ વેરા ની બાકી નીકળતી રકમ રૂ ૭૫૦૦૦ ભરી હતી. જયારે અન્ય 9 મિલ્કત ધારકો ની મિલ્કત સીલ કરાઈ હતી. જેમાં જુબેલી,બોખીરા અને ખાપટ વિસ્તાર ની 5 એન આર આઈ ની મિલ્કત નો પણ સમાવેશ થાય છે. કુલ 3 રહેણાંક અને 6 કોમર્શીયલ મિલ્કત સીલ કરાઈ છે. આ કામગીરી આગામી દિવસો માં પણ ચાલુ રહેશે તેવું પાલિકા ની ટીમે જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાલિકા દ્વારા ૧૨ મિલ્કત સીલ કરાઈ હતી.

