Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લામાં મારામારી અને પ્રોહીબીશન ના ગુન્હામાં સંડોવાયેલા વધુ ૯ શખ્સો પુરાયા પાસાના પિંજરે

પોરબંદર જીલ્લામાં વિધાનસભાની ચુંટણી પૂર્વે તંત્રએ સપાટો બોલાવીને નવ શખ્સોને પાસાના પિંજરે પૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદર જીલ્લા માં વિધાનસભા ચૂંટણી પૂર્વે વધુ ૯ સખ્શો ને પાસા તળે રાજ્ય ની અલગ અલગ જેલ માં ધકેલવામાં આવ્યા છે. જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ દિપક ઉર્ફે દિપુ હિરાલાલ જુંગી ( ઉ.વ. ૩૨, રહે. ખારવાવાડ હોળી ચકલા), છાયા પંચાયતચોકી નજીક વૈશાલીનગરમાં રહેતા પ્રકાશ માવજી પાંજરી(રે છાયા પંચાયત ચોકી નજીક વૈશાલી નગર) અને કીર્તીમંદીર પોલીસ મથકના પ્રોહીબીશનના ગુન્હામાં કોલીખડા-બખરલા રોડ ઉપર રહેતા હિતેશ ઉર્ફે કાલુ પ્રવીણ પાંજરી સામે ગુન્હા નોંધાયા હતા.

ઉપરાંત જુની કોર્ટ કમ્પાઉન્ડમાં રહેતા ખુરશીદ સલીમ અન્સારી વિરૂધ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુન્હો દાખલ નોંધાયો હતો. આ ચારેયને પાસાના પીંજરે પુરવાની જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ અશોક શર્મા દ્વારા હુકમ કરવામાં આવતા તમામને અમદાવાદ જેલમાં મોકલી દેવાયા છે. તે જ રીતે ધોરાજીના વેગડી ગામના ખાડીયા વિસ્તારમાં રહેતા ભકા દેસુર મોરી અને બોખીરા કન્યા શાળા પાછળ રહેતા કારા કુંજા રાડા સામે પણ મારામારીનો ગુન્હો નોંધાયો હતો. એ બંન્નેને વડોદરા અને સુરતની જેલમાં મોકલી દેવાયા છે.

વીરડીપ્લોટના કરશન ઉગા સાદીયા, આદિત્યાણા નવાપરાના હૈયા જીવા ગુરગુટીયા અને ટુકડા મીયાણીના નાગા લીલા ઓડેદરા સામે પ્રોહીબીશનના ગુન્હા નોંધાયા હતા. તેથી આ તમામને પણ સુરત અને વડોદરાની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.જેના પગલે અસામાજિક તત્વો માં ફફડાટ જોવા મળે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે