પોરબંદર ની બાલુબા કન્યાશાળા નજીક ૨૦૧૮ માં રોમીયોગીરી કરી સગીરાઓ પાસે બીભત્સ માંગણી કરવા ના ગુન્હા માં સ્પે પોક્સો કોર્ટે આરોપી ને આઠ માસ ની સાદી કેદ ની સજા ફટકારી છે.
પોરબંદર ના કિશન ઉર્ફે અધોરી લાલજીભાઈ ગોહેલ નામના શખ્સ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલ અન્ય કિશોરો બાઈક લઇ ને દરરોજ ફરીયાદીની સગીર વયની પુત્રી તથા તેની સાથે તેના લતાની અનુસુચિત જાતિની સગીર વયની દિકરીઓ ઘરેથી બાલુબા કન્યા શાળાએ અભ્યાસ માટે જતી-આવતી હોય ત્યારે રસ્તામા બિભત્સ માંગણી કરી, છેડતી કરી,ગાળો બોલી હેરાન-પરેશાન કરતા હતા. અને આ બાબતે કોઈને પણ જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપતા હતા.
આથી સગીરાઓએ આ અંગે વાલીઓ તથા સ્કુલના શિક્ષીકાને જાણ કરી હતી અને તા. ૨૩/૨/૨૦૧૮ ના રોજ સવારે રીસેષના સમયમાં ફરી થી કિશન અને અન્ય કિશોરો શાળાના ગેઈટ પાસે આવી મશ્કરી કરવા લાગતા શિક્ષીકાએ પોલીસ બોલાવી તેને સોપી દીધા હતા. અને ત્યાર બાદ વાલીઓ એ કિશન સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પોકસો એકટની વિવિધ કલમ તથા એટ્રોસીટી એકટની કલમ મુજબનો ગુન્હો દાખલ કરાવ્યો હતો. જે કેસ માં પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી જેઠવા દવારા ૩૯ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૬ સાહેદો તપાસવામાં આવ્યા હતા. તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી. જે અનુસંધાને કિશન ઉર્ફે અઘોરી ને બીજા એડી.ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.કે.ભટ્ટ દવારા ૮ માસની સાદી કેદની સજા તથા રૂ.૫૦૦૦ દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.