પોરબંદર માં સામાજીક અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર એવી સંસ્થાઓ પાયોનિયર ક્લબ પોરબંદર તથા સાગરપુત્ર સમન્વય પોરબંદર દ્વારા નવા વર્ષના પહેલા દિવસે જ સેવાકીય કાર્ય એવું થેલેસેમિયા પીડિત બાળકો માટે લોહીની જરૂરિયાત હોય તે માટે ક્લબના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા ના માતૃશ્રી સ્વ.નાથીબેન રતનશી ખોરાવાની સ્મૃતિ માં તા.01/01/2023 ને રવિવાર ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. તેમાં 70 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે.
આ શુભ અવસર નું દીપ પ્રાગટય ક્લબના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા તથા ઉમાબેન ખોરાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રવિણભાઈના આમંત્રણ ને માન આપી પોરબંદર શહેરના ડો.સુરેશ ગાંધી સાહેબ,ખારવા સમાજના અગ્રણી પ્રેમજીભાઈ ખુદાઈ,જીવાભાઈ ભુતિયા-પૂર્વ પ્રમુખ છાયા નગરપાલિકા, લાખણશીભાઈ ગોરાણીયા, નિલેશભાઈ કિશોર અને અનીલભાઈ મોતીવરસ એ હાજરી આપી અને બ્લડ ડોનર ને પ્રોત્સાહીત કર્યા હતા.
ક્લબના મેમ્બર્સ હેતલબેન થાનકી,રુચિત ગંધા, જયેશભાઈ માંડવીયા, કેતનભાઈ પટેલ તેમજ શહેરના બ્લડ ડોનર દ્વારા 70 બોટલ બ્લડ એકઠું કરી આશા બ્લડ બેંક માં જમા કરાવવામાં આવ્યું છે.
આ બ્લડ કેમ્પમાં સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસ,દીપાબેન ચાવડા,રેખાબેન થાનકી,પ્રીતિબેન જોષી, હરજીવનભાઈ કોટીયા, દિલીપભાઈ ગંધા, મહેન્દ્રભાઈ જુંગી, જ્યેન્દ્રભાઈ ખૂંટી, નરેશભાઈ થાનકી, પીયુષભાઈ મજીઠીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, જયેશ ભોગાયતા અને શ્રીધર જોષી એ હાજરી આપી સેવામાં સહભાગી બન્યા હતા. સર્વે બ્લડ ડોનર ને આશા બ્લડ બેંક દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રોજેક્ટ ના ચેરમેન હરજીવનભાઈ કોટીયા અને દિલીપભાઈ ગંધા તથા સ્પોન્સર પ્રવીણભાઈ ખોરાવા તથા ઉમાબેન ખોરાવા હતા.