પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા સ્વ હરીહર સુરાણી સ્મૃતિમાં ટેબલ ટેનીસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજીત તેમજ ૧૯૯૨ ના જે તે વખતના ગુજરાત વિદ્યુત બોર્ડના કર્મચારી હેમંત લાખાણીની પ્રેરણાથી તેમજ તે વખતના અન્ય કર્મચારીઓના આર્થિક સહયોગથી ૧૯૯૨ થી સતત રમાતી આ ટુર્નામેન્ટ આ વખતે આશા કિડ્સ વર્ડઝ અને નટવરસિંહજી ક્લબ-પોરબંદર ખાતે “સ્વ. હરિહર સુરાણી સ્મૃતિ”ઓપન પોરબંદર જિલ્લા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ સંપન્ન થઈ છે, જેમાં કેરેગરી મુજબમિની કેડેટ બોયઝ(અંડર-૧૧) માં પ્રથમ વિહાન સરવૈયા,દ્વિતીય હર્ષ વ્યાસ,સબ જુનિયર બોયઝ(અંડર-૧૩) માં પ્રથમ દેવ ભટ્ટ,દ્વિતિય હર્ષ વ્યાસ,જુનિયર બોયઝ(અંડર-૧૫) માં પ્રથમ યશેશ તકવાણી,દ્વિતિય રિષી રાયચુરા,યુથ બોયઝ( અંડર-૧૯) માં પ્રથમ યશેશ તકવાણી,દ્વિતિય રિષી રાયચુરા,મેન્સ સિંગલ્સમાં પ્રથમ નિર્જર મશરૂ,દ્વિતિય નૈમિષ રાઠોડ,વુમન્સ સિંગલ્સ પ્રથમ પ્રિશા ગોકાણી,દ્વિતિય ગીતાબેન ક્કૈયા,મેન્સ ડબલ્સ પ્રથમ નિર્જર મશરૂ અને નૈમિષ રાઠોડદ્વિતીય સંજય ઉપાધ્યાય અને ધર્મેન્દ્ર રાઠોડ, મિક્સ ડબલ્સપ્રથમ સંજય ઉપાધ્યાય અને માધવી ઉપાધ્યાય, દ્વિતીય યશેશ તકવાણી અને કાવ્યા શાહ વિજેતા થયા હતા,ઉપરોક્ત ટુર્નામેન્ટમાં અલગ અલગ કેટેગરીઓ મળી કુલ ૬૮ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો.
તેમનો ભવ્ય ઇનામ વિતરણ સમારંભ નટવરસિંજી ક્લબ ખાતે યોજાયો હતો,કાર્યક્રમ શરૂ કરતા પહેલાં સ્વ. હરિહર સુરાણીની પુણ્યતિથિ હોઈ બે મિનિટનું મૌન રાખી કાર્યક્રમની શરૂઆત કરી હતી,આ સમારંભમાં મહિપતસિંહ જાડેજા- ક્રિકેટ સિનિયર કોચ-દિલીપ સ્કૂલ,સતીષ કોટેચા રમાબેન પોપટ,પ્રજ્ઞાબેન ગજ્જર, સ્વ. હરિહર સુરાણીના ધર્મપત્ની નિર્મળાબેન સુરાણી,અમિતભાઈ સુરાણી,પાયલબેન સુરાણી, પી.જી.વી.સી.એલ.ના નિવૃત્ત કર્મચારી કે.પી.મોઢા,કેતનભાઈ દત્તાણી,પાયલબેન તકવાણી, દિવ્યેશભાઈ મદલાણી, મેઘાબેન માંકડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા,સચિનભાઈ એડાએ સર્વે મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ મહેમાનોનું પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટની સંપૂર્ણ માહિતી પ્રશાંતભાઈ દીક્ષિત દ્વારા આપવામાં આવી હતી, અને હાલ જે પોરબંદરના ખેલાડીઓએ ગુજરાતમાં તેમજ નેશનલ લેવલે સિદ્ધીઓ મેળવેલી છે જેમાં પ્રથમ દતાણી,નિર્જર મશરૂ,નિમિષ રાઠોડ,યશેશ તકવાણી,પ્રિશા ગોકાણી,માધવી ઉપાધ્યાય વગેરેને બિરદાવ્યા હતા.તદઉપરાંત ૨૦૨૪ના જુલાઈ માસમાં રોમ ખાતે વર્લ્ડ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહેલ ખેલાડીઓ પૈકી હેમંત લાખાણી કે જેઓ પી.જી.વી.સી.એલના નિવૃત અધિક્ષક ઈજનેર અને પી.ડી.ટી.ટી.એ.ના ખજાનચી તેમજ સંજય ઉપાધ્યાય અને માધવી ઉપાધ્યાયને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.તમામ વિજેતાઓને પી.ડી.ટી.ટી.એ. દ્વારા ટ્રોફીઓ આપવામાં આવી હતી.મેન્સ સિંગલ્સ વિજેતા નિર્જર મશરૂને તેમજ સબ જુનિયર બોયઝના વિજેતા દેવ ભટ્ટને રનિંગ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
સ્વ. હરિહર સુરાણીના પરિવાર તરફથી તમામ વિજેતાઓને તેમજ બેસ્ટ પરફોર્મરને તેમના તરફથી પણ ઈનામો તેમજ દરેકને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.સમારંભની આભારવિધિ હેમંત લાખાણીએ કરી ખાસ કરીને આશા કિડ્સના સંચાલકોમાં કેતનભાઇ ભરાણીયા તેમજ આશિષ થાનકી અને નટવરસિંહજી ક્લબના પ્રમુખ રણછોડભાઈ શિયાળનો વિનામૂલ્યે સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો,સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ચીફ રેફરી તરીકે સંદીપ મશરૂ અને પ્રશાંત દીક્ષિત ફરજ બજાવી હતી.
ઉપરોક્ત ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે હેમંત લાખાણી,સંજય ઉપાધ્યાય,ધર્મેન્દ્ર રાઠોડ,સંદીપ મશરૂ,પ્રશાંત દિક્ષિત,સચિન એરડા તેમજ અશોક સોઢાએ અને તમામ કમિટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.