પોરબંદર ખાતે ઓપન પોરબંદર ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ૬૬ ખેલાડીઓ એ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓ ને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.
પોરબંદર ના આશા કિડ્સ વર્લ્ડ ખાતે ઇન્નરવ્હીલ ક્લબ ઓફ પોરબંદર દ્વારા ઓપન પોરબંદર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેનો પ્રારંભ સંસ્થાના પ્રમુખ મીનાબેન મજીઠીયાએ દીપ પ્રાગટ્ય કરી કરાવ્યો હતો. પ્રોજેક્ટ કો – ઓર્ડીનર સંદિપ મશરૂ અને ચીફ રેફરી સચીનભાઈ એરડાના નેતૃત્વમાં સમગ્ર આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં ૬૬ ખેલાડીઓએ ભાગ લીધેલો હતો. ટુર્નામેન્ટ ના વિજેતા ખેલાડીઓને નટવરસિંહજી ક્લબ ખાતે સમાપન સમારોહમાં સન્માનિત કરી રોકડ ઇનામ અને સ્મૃતિ ચિન્હ એનાયત કરાયા હતા.તે ઉપરાંત ૪ બેસ્ટ પ્લયેરને પણ ઇનામ આપી સન્માનિત કરાયા હતા.
પ્રમુખ મીનાબેને જણાવ્યું હતું કે એમની પુત્રી જિલ્લા કક્ષાએ ટેબલ ટેનિસ રમી હતી આથી પુત્રીને સાથ આપવા પોતે પણ ટેબલ ટેનિસ શીખ્યા હતા અને ખેલ મહાકુંભ માં વિજેતા પણ બન્યા હતા. પોરબંદરમાંથી ગુજરાતની ટીમમાં દર વર્ષે બે ખેલાડીઓ ૨૦૧૫ સુધી સેલેક્ટ થતા જ અને વર્ષ ૨૦૨૨-૨૩માં પણ ૫૯ વર્ષ થી વધુ ની કેટેગરીમાં હેમંતભાઈ લાખાણી ગુજરાતની ટીમમાં સિલેક્ટ થયા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપપ્રમુખ સતિષભાઈ કોટેચા, સેક્રેટરી સંજયભાઈ ઉપાધ્યાય, ખજાનચી હેમંતભાઈ લાખાણી તેમજ રોટરી પ્રમુખ રો.પૂર્ણેશ જૈન તથા ટુર્નામેન્ટના પ્રોજેક્ટ ચેરમેન વિજય મજીઠીયાએ ઉપસ્થિત રહી ખેલાડીઓને બિરદાવ્યા હતા.
ઋણ સ્વીકાર ક્લબ સેક્રેટરી સીમા સિંઘવી કર્યો હતો. ઇન્નરવ્હીલ ક્લબના સભ્ય દીપા દતાણી,બિંદીયા મોનાણી તેમજ ગરીમા જૈન હાજર રહ્યા હતા. દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
વિજેતા ખેલાડીઓ ના નામ
અંડર ૧૧ બોયઝ
વિજેતા વિહાન સરવૈયા
રનર્સ અપ હર્ષ વ્યાસ
અંડર ૧૩ બોયઝ
વિજેતા દેવ ભટ્ટ
રનર્સ અપ હર્ષ વ્યાસ.
અન્ડર ૧૫ બોયઝ
વિજેતા રીશી રાયચુરા
રનર્સઅપ આર્યમન ઝાલા.
અંડર ૧૯ બોયઝ
વિજેતા નિર્જર મશરૂ
રનર્સ અપ નૈમિશ રાઠોડ
બોયઝ માં બેસ્ટ પ્લેયર ઓફ ટુર્નામેન્ટ
૧. પ્રથમ દતાણી ૨. બીરેન સાહુ. ૩. દેવેન ગોંધા ૪.મયંક કાણકિયા
ઓપન વુમન ગ્રુપમાં
વિજેતા પ્રીશા ગોકાણી
રનર્સ અપ ખુશી ઠકરાર
અંડર ૧૫ ગર્લ્સ
વિજેતા પ્રીશા ગોકાણી
રનર્સ અપ ખુશી ઠકરાર
અંડર ૧૯ ગર્લ્સ
વિજેતા પ્રીસા ગોકાણી
રનર્સ અપ શ્રુતિ ઓડેદરા.
આ ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ
પ્રિશા ગોકાણી રહી હતી તેણીએ
ત્રણ ત્રણ કેટેગરીમાં વિજેતા બનતા સર્વે મહેમાનોએ વિશેષ બહુમાન આપ્યું હતું.
દરેક મહેમાનો,સ્પર્ધકો અને વાલીઓએ સુંદર કાર્યક્રમ માટે સૌએ રાજીપો વ્યક્ત કર્યો હતો.



