રાણાવાવ ના અમરદળ ગામે મધરાતે સ્ટ્રીટ લાઈટ ના અંજવાળે જાહેર માં જુગાર રમી રહેલા ૬ શખ્સો ઝડપાયા છે જયારે એક યુવતી અને ૨ શખ્સો પોલીસ ને ચકમો આપી નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.
રાણાવાવ પોલીસ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાત્રે દોઢ વાગ્યે બાતમી મળી હતી કે અમરદડ ગામે સીંગલપ્લોટ વિસ્તારમાં કેટલાક શખ્સો સ્ટ્રીટલાઈટ નીચે જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે તુરંત ત્યાં જઈને દરોડો પાડતા રફીક આમદ સમાના ઘર સામે સ્ટ્રીટલાઇટના અજવાળે ગોળ કુંડાળુ વળીને કેટલાક શખ્સો જુગાર રમતા હતા તેથી પોલીસને જોતા એક યુવતી અને બે શખ્સો ત્યાંથી નાસી ગયા હતા જયારે બાકીના છ શખ્સોને પોલીસે ઝડપી લઇ પૂછપરછ કરતા પોતાનું નામ રફીક આમદ સમા,ભરત રણમલ બાપોદરા, અમરદડના ધોરીયાનેશમાં રહેતા રાજુ કારા ચાવડા, સ્ટેશન પ્લોટમાં રામાપીરના મંદિર પાસે રહેતા લખન મુકેશ કીલાણી, આદિત્યાણાના શાકમાર્કેટવાળી ગલીમાં રહેતા હરીશ વિરમ બારીયા અને અમરદડના ધોરીયાનેશમાં રહેતા અજા જીવા મોરી હોવાનું જણાવ્યું હતું પોલીસે પટમાં થી ૨૨,૭૦૦ની રોકડ, ૨૦ હજારના ચાર મોબાઇલ અને ૩૫ હજારનું એક સ્કુટર મળી કુલ ૭૭,૭૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને નાસી ગયેલા શખ્સો વિષે પૂછપરછ કરતા રાણાવાવના સ્ટેશન પ્લોટમાં રહેતી માલી ખીમાભાઈ મોઢવાડીયા,સતીષ રમેશ કોળી અને નિકુલ રમેશ કોળી હોવાનું સામે આવતા તેની શોધખોળ હાથ ધરી છે.