પોરબંદર ના ઘેડ પંથક માં તંત્ર દ્વારા ખાણો માં ચેકિંગ હાથ ધરી ૬ ગેરકાયદે ખાણો ઝડપી લઇ ૩૫ લાખ નો મુદામાલ કબ્જે કર્યો છે.
પોરબંદર ના કલેકટર એસ ડી ધાનાણી ની સુચનાથી ઘેડ પંથક ના બળેજ તથા ઉંટડા ગામે મામલતદાર (ગ્રામ્ય) તથા એસ.ડી.એમ.ની ટીમ દ્વારા તા.૨૨ અને તા.૨૩ના રોજ ખાનગી વાહનોમાં રેઈડ કરી હતી. જેમાં ૬ ગેરકાયદે ખાણો ઝડપી લઇ અહી ગેરકાયદે ખનનમાં ઉપયોગમાં લેવાતા ૧૯ ચકરડી (કટીંગ મશીન), પ- ટ્રેકટર, ૪ – જનરેટર મળી કુલ ૩પ લાખનો મુદ્દામાલ ઝડપી લઇ નવી બંદર પોલીસ મથકે રાખવામાં આવ્યો છે. અને સ્થળ પર કેટલી ખનીજચોરી થઇ છે. તે અંગે માપણી માટે ખાણ ખનીજ ખાતાને જાણ કરવામાં આવતા તેની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.


