પોરબંદરના ભાવપરા ગામે વાડી વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી ૪ મહિલા સહિત ૬ ને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઇ પોણા બે લાખ ની મતા કબ્જે કરી છે.
પોરબંદર એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી આઈ આર.કે.કાંબરીયા તથા સ્ટાફ ને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે ભાવપરા ગામ બહારપુરા સીમમાં રહેતા કેશુ દેવાભાઈ ઓડેદરા નામનો શખ્શ પોતાના કબ્જા ભોગવટાની વાડીના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવે છે. આથી પોલીસે દરોડો પાડતા કેશુ સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. પરંતુ જુગાર રમી રહેલા ગોરાણાની ખારા સીમ વાડી વિસ્તારમાં રહેતો રામદે વેજાભાઇ ગોરાણીયા (ઉ.વ.૫૧),જયુબેલી ગાંધીયાની વાવ નજીક ગાયત્રી પાર્કમાં રહેતો લીલા ભાયાભાઈ પરમાર (ઉ.વ.૩૬),ઉપલેટાના બસ સ્ટેન્ડ પાસે ઢાંકની ગારીમાં રહેતા સોનલબેન ધનજી દેવજીભાઈ ઘેડીયા (ઉ.વ.૪૬), ગોરાણાના વાડી વિસ્તારમાં રહેતા શાંતીબેન ભીમા ઉર્ફે ધીરૂ નાથાભાઈ મોઢવાડીયા (ઉ.વ.૪૪),જયુબેલી વિવેકાનંદ સ્કુલ પાસે રહેતા મનીષાબેન ભરત ગાંગાભાઈ કારાવદરા (ઉ.વ.૩૮), બોખીરા વાછરાડાડાના મંદીર પાછળ રહેતા કારીબેન પ્રતાપ નાગાભાઇ ઓડેદરા (ઉ.વ.૪૨)ને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઇ રૂ.૧,૭૬,૩૯૦ ની રોકડ કબ્જે કરી છે.