પોરબંદરમાં બી.એડ. અને એમ.એડ.ની પ્રવેશ પરીક્ષાનું આયોજન થતાં ૬૦૬ ફોર્મ ભરાયા હતા જેમાંથી ૫૯૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
પોરબંદર શહેરની ગોઢાણીયા મહિલા કોલેજમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા બી.એડ. તથા એમ.એડ. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે બી.એડ. અભ્યાસક્રમ પ્રવેશ પરીક્ષા નું આયોજન કરાયું હતું. જેમાં કુલ ૬૦૬ ફોર્મ ભરાયા હતા. તેમાંથી ૫૮૬ વિદ્યાર્થીઓ માટે તથા એમ.એડ. અભ્યાસક્રમ માટે ૨૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી. ગોઢાણીયા કોલેજ ખાતે ૨૧ બ્લોકમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, કેન્દ્ર સંચાલક તથા અધ્યાપકો દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પ્રવેશ પરીક્ષા સંપન્ન કરવામાં આવી હતી. આ પરીક્ષામાં યુનિવર્સિટી ઓબ્ઝર્વર તરીકે ડો. વી.આર.ગોઢાણીયા બી.એડ. કોલેજના પ્રિન્સીપાલ અને એકેડમીક ટ્રસ્ટી, ડો. હિનાબેન ઓડેદરા, સરદાર પટેલ બી.એડ. કોલેજના જયંતીભાઇ ઠુમર, આર.જી.ટી. કોલેજના ડોડીયાભાઇ અને કશ્યપભાઇ શુકલએ યુનિવર્સિટી સ્કવોર્ડ તરીકે ફરજ બજાવી હતી.


