કુતિયાણા નજીક કાર માંથી પોલીસે દારૂની ૬૧૨ બોટલ કબ્જે કરી છે જો કે કાર ચાલક નાસી જતા પોલીસે ૧૧ લાખ નો મુદામાલ કબ્જે કરી તેની શોધખોળ હાથ ધરી છે.
કુતિયાણા પોલીસ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે સાડા અગિયારેક વાગ્યે હામદપરા ગામના પાટીયા પાસે એક કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને અટકાવતા કાર ચાલક કાર મૂકી અંધારા નો લાભ લઇ સ્થળ પર થી ફરાર થઇ ગયો હતો આથી પોલીસે કાર ની તલાશી લેતા તેમાંથી ૬૧૨ બોટલ વિદેશી દારૂ ભરેલ ૫૧ બોક્સ મળી આવ્યા હતા. તેથી પોલીસે રૂ ૮,૨૫,૬૦૦ નો દારૂ અને ૩ લાખની કાર મળી રૂ ૧૧,૨૫,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કારને નંબરના આધારે નાસી જનાર ચાલક ની શોધખોળ હાથ ધરી છે.

