પોરબંદર પાલિકા ના ૧૩૫ નિવૃત કર્મચારીઓ ની ગ્રેચ્યુટી તથા હક્ક રજા ની ૫ કરોડ જેવી રકમ નું ચુકવણું ન થતા કર્મચારીઓ ની આર્થીક સ્થિતિ કફોડી બની છે. અને વહેલીતકે રકમ ચુકવવા માંગ ઉઠી છે.
પોરબંદર નગરપાલીકાના કાયમી કર્મચારીઓ નિવૃત્ત થતા તેમને હક્ક રજા અને ગ્રેચ્યુઇટીની રકમ મળે છે. પરંતુ અનેક નિવૃત્ત કર્મચારીઓ ને આ રકમ સમયસર ન મળતા તેઓની આર્થીક સ્થિતિ કફોડી બની છે. પાલિકા સુત્રો માંથી મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર 2019 થી ૯૯ કર્મચારીઓ ની હકક રજાના ના રૂ. 2 કરોડ 78 લાખ 96 હજાર રૂપિયા બાકી છે. તો જાન્યુઆરી 2022 થી 36 કર્મચારીઓ ની ગ્રેચ્યુટી ની રકમ રૂ. 2 કરોડ 22 લાખ 77 હજાર રૂપિયા બાકી છે.જે કર્મચારીઓ ને સમયસર ન ચુકવવામાં આવતા અનેક કર્મચારીઓ તથા તેનો પરિવાર આર્થીક મુશ્કેલી મુકાયા છે.
આ અંગે ચીફ ઓફિસર મનન ચતુર્વેદી ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે વર્ષમાં બે થી ત્રણ વખત આ અંગે ગ્રાન્ટ આવતી હોય છે. આથી ગ્રાન્ટ આવે તે મુજબ રકમ ચુકવવામાં આવે છે. અન્ય સરકારી વિભાગો માં જે રીતે નિવૃત્તિ ના થોડા સમય માં જ રકમ ચુકવવામાં આવે છે. તે રીતે જ પાલિકા ના નિવૃત કર્મચારીઓ ને પણ રકમ ચૂકવી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. કારણ કે એક થી બે વર્ષ સુધી રકમ ન ચુકવવામાં આવતા કર્મચારીઓ કચેરી ખાતે ધક્કા ખાઈ નિરાશ પરત ફરે છે. જેથી વહેલીતકે રકમ ચુકવવામાં આવે તે જરૂરી બન્યું છે.