રોટરી ક્લબ ઓફ પોરબંદર અને ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદર દ્વારા રૂ. ૧૦૦૦/ – ની એક એવી ૪૫ પૌષ્ટિક આહારની કીટનુ જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓ ને ને વિતરણ કરવામાં આવ્યું હતું.
અક્ષય કીટ ક્લબના સભ્યો તેમજ તેઓના સંબંધીઓના આર્થિક સહયોગથી જીલ્લા ક્ષય કેન્દ્રમાં નોંધાયેલ ટીબીના દર્દીઓમાંથી જરૂરિયાતમંદ દર્દીઓને આ પોષ્ટિક આહારની કીટ રોટરી કલબ અને ઈનરવ્હીલ તરફથી દર મહિને આપવામાં આવે છે. સપ્ટેમ્બર થી એપ્રિલ આ નવ માસમાં ૩૪૪ કીટ વિતરિત કરાઈ છે, આ દર્દીઓ એવા છે જેમને ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલ પોષણયુક્ત આહારનો ખર્ચ ઉઠાવી શકતા નથી. રોટરી ક્લબ તથા ઇનરવ્હીલ ક્લબ દર મહિને આવી લગભગ ૪૫ જેટલી કીટ જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને વિતરણ કરે છે.આ પ્રોજેક્ટ હેઠળ આ વર્ષનું નવમું વિતરણ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે બંને ક્લબના સભ્યોની હાજરીમાં યોજવામાં આવ્યું હતું.
આજે પોષણયુક્ત અક્ષય કીટના ૪૫ કીટનું વિતરણ હાલ જુના દર્દીઓમાંથી ૩૮ દર્દીઓ અને નવા ૭ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવેલ છે કે જેમને પોષણયુક્ત આહારની જરૂરિયાત હોય તેવા દર્દીઓને આપવામાં આવી છે. રોટરી ક્લબ અને ઈનરવ્હીલ ક્લબના અન્ય સભ્યોએ દર્દીઓને સલાહ બીમારીને લગતી માહિતી આપી અને વ્યસન મુક્ત થવા વિશેષ કાળજી લેવા અપીલ કરી હતી.
સર્વેનુ શબ્દોથી સ્વાગત ઇન્નરવ્હિલના પ્રમુખ શ્રી મીનાબેન મજીઠીયા દ્વારા કરવામાં આવેલ હતું સાથે સેક્રેટરી સીમાબેન સિંઘવીએ અને નીતુબેન લાખાણીએ દર્દીઓના ફોર્મ ભરવા તેમજ અન્ય વિગતો માટેની જવાબદારી સંભાળી હતી તેમજ પ્રોજેક્ટના ચેરમેન ચેરમેન વિજય મજીઠીયાએ અક્ષયકીટ બનાવવી અને વિતરણની જવાબદારી સંભાળી હતી.
જિલ્લા ક્ષય કેન્દ્રના ડો. સીમાબેન પોપટિયાએ બંને સંસ્થાની કામગીરી તેમજ આવા કાર્યોની સરાહના કરી હતી અને અ-ક્ષય પ્રોજેક્ટથી મળેલા ફાયદાઓની વિસ્તૃત માહિતી દર્દીઓને આપી હતી.અને રોટેરી ક્લબ તથા ઇનરવ્હીલ ક્લબ નો દર મહીને નિયમિત અક્ષય કીટ નુ વિતરણ કરવા માટે આભાર વ્યક્ત કરેલ.
જીલ્લા ક્ષય કેન્દ્રના હેઠળ માર્ગદર્શન તેમજ ત્યાંના સ્ટાફના સભ્ય વિમલ હિંડોચા વિગેરે તેમજ રોટરી ક્લબના સભ્યો અને ઇનરવ્હીલ સભ્યોએ પણ દર્દીઓ સાથે વ્યક્તિગત રીતે ચર્ચા કરીને દ્વારા કીટમાં સામેલ વસ્તુઓનું ફોલો-અપ્સ ફોર્મ ભરવામાં મદદ કરી હતી રો.જયેશભાઈ પત્તાણીએ કિટની વસ્તુઓનો ઉપયોગ અને ફાયદા વિશે જણાવ્યું હતું અને દર્દીઓને આ પ્રોજેક્ટની વિશેષ માહિતી આપી હતી અને વ્યસન મુક્ત રહી અને દવા વિગેરે સમયસર લઈ અને સંસ્થા તેમજ ક્ષય કેન્દ્રની મહેનત સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી.
આ સમારોહમા રો.અશ્વિન ચોલેરા,રો.પ્રીતેશ લાખાણી, રો.ડો.નિશા માખેચા અને રો.જીજ્ઞેશ લાખાણી વિગેરે કીટ વિતરણના કાર્યક્રમમાં સામેલ રહ્યા હતા.