Tuesday, January 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

આદિત્યાણા ખાતે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૦૦ દર્દીઓ એ લાભ લીધો

લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ યુકેના આર્થિક સહયોગથી તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ તથા શ્રી લીરબાઈ યુવાગુપ દ્વારા સરકારી હાઈસ્કૂલ આદિત્યાણા મુકામે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૪૦૦ દર્દીઓના સારવાર નિદાન થયા હતાં.

લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ યુકે તથા કેશવભાઈ રામભાઈ ઓડેદરાના આર્થિક સહકારથી છેલ્લા ૨૨ વર્ષથી પોરબંદરના ઘેડ તથા બરડા વિસ્તારમાં નેત્રયજ્ઞ તેમજ મેડિકલ કેમ્પનું વર્ષમાં બે વખત નિયમિત રીતે આયોજન કરવામાં આવે છે. જેમાં નેત્રયજ્ઞમાં દર્દીઓને તપાસી તેમના મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન તેમજ જરૂરી દવાઓ આપવામાં આવે છે. દાતા કેશવભાઈ રામભાઈ ઓડેદરા તથા સ્વ. ભીખુભાઈ ગોંધિયા પરિવાર તરફથી આ નેત્રયજ્ઞ કેમ્પનું અનુદાન આપવામાં આવેલ છે. સરકારી હાઈસ્કૂલ આદિત્યાણા મુકામે યોજાયેલા નેત્રયજ્ઞ કેમ્પની શરૂઆતમાં સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ હાજરીમાં દાતાઓ તેમજ આમંત્રિત મહેમાનોની હાજરીમાં દીપ પ્રગટાવી અજવાળાના ઓજસરૂપી નેત્રયજ્ઞ કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ હતો.

આ નેત્રયજ્ઞ કેમ્પમાં ખુલ્લો મુકતા વેળાએ સમાધાન સમિતિના સભ્ય અને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ટ્રસ્ટી અરજનભાઈ બાપોદરા (ગાંડાબાપા) એ પોતાના પ્રસંગિક પ્રવચનમાં લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ તેમજ કેશવભાઈ રામભાઈ ઓડેદરા, ડો. કાનાભાઈ ગરેજા, સંસ્થાના ઉપપ્રમુખ અરજનભાઈ ખિસ્તરીયા, હાઈસ્કૂલના આચાર્ય લાખાણશીભાઈ ઓડેદરા, મહિલા મંડળના પ્રમુખ રમાબેન ભુતિયા તેમજ સાથી બહેનો તથા કાર્યકર્તા ભાઈઓ તેમજ દર્દીઓને આવકાર્ય હતા તેમજ ઘતા પરિવારનો આભાર વ્યક્ત કરી આ નેત્રયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી.

આ તકે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ રચિત મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભૂતિયાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે, વિદેશના ઘતાઓના સહકારથી દર વર્ષે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષમાં બે વખત મેડિકલ કેમ્પ કરવામાં આવે છે તે ખૂબ જ સરાહનીય કામગીરી છે. અને આ સેવાકીય કામગીરીમાં મહેર મહિલા મંડળના બહેનોને સહભાગી બનવાની તક પ્રાપ્ત થયેલ તે બદલ ઘતાઓનો આભાર વ્યકત કર્યો હતો. આ નેત્રયજ્ઞ કેમ્પમાં ડો.કાનાભાઈ એ. ગરેજા દ્વારા પોતાની સેવા આપી કુલ ૪૦૦ જેટલા આંખના દર્દીઓને તપાસી તપાસવામાં આવેલા હતા અને વિનામુલ્યે દવાઓ આપવામાં આવી હતી. કુલ તપાસવામાં આવેલ દર્દીઓમાંથી ૭૯ દર્દીઓને મોતિયાબીનનું વિનામૂલ્યે ઓપરેશન પોરબંદર ખાતે કરી આપવામાં આવશે.

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા વિદેશ હોવાથી આ કેમ્પમાં હાજર રહી નહીં શકતા તેઓએ તેમના શુભેચ્છા સંદેશમાં જણાવેલ કે, કેશવભાઈ રામભાઈ ઓડેદરા તેમજ લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ યુકેના આર્થિક સહયોગથી દર વર્ષે કરવામાં આવતા નેત્રયજ્ઞ તેમજ મેડિકલ કેમ્પ કામગીરીને બિરદાવી સૌ ઘતાઓ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આ વિસ્તારના લોકોને કેમ્પનો લાભ લેવા અપીલ કરી હતી.

આ નેત્રયજ્ઞ કેમ્પમાં મહેર કોમ્યુનિટી એસોસિએશન યુકેના પૂર્વપ્રમુખ કેશવભાઈ રામભાઈ ઓડેદરા, વાલીબેન કેશવભાઈઓડેદરા, ઇન્ટરનેશનલસુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી અરજનભાઈ ખિસ્તરીયા, શ્રી માલદેરાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળાના ઉપપ્રમુખ સામતભાઈ ઓડેદરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણભાઈ ઓડેદરા, અરજનભાઈ બાપોદરા (ગાંડાબાપા) બાપોદરા, આદિત્યાણા હાઇસ્કુલના આચાર્ય લાખણશીભાઈ ઓડેદરા, કરશનભાઈ ચૌહાણ, પોપટભાઈ મોઢવાડિયા, સુભાષભાઈ કેશવાલા, ઓઘડભાઈ ખુંટી તેમજ મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભૂતિયા સાથે પુતિબેન મોઢવાડિયા, કિરણબેન ઓડેદરા, હીરાબેન રાણાવાયા, હીરાબેન ગોરાણીયા, લીલુબેન ટીંબા સહિતના ગ્રામ્યજનો તેમજ દર્દીઓ હાજર રહ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે