પોરબંદર ના ઉદ્યોગનગર વિસ્તાર માં બે દિવસ પૂર્વે કરીયાણાના વેપારીની નજર ચૂકવી ત્રણ મહિલાઓ એ ૬૫ હજારની રોકડ ની ચોરી કરી હતી જે ચોરી નો ભેદ ઉકેલી પોલીસે ચાર મહિલાઓ ને ઝડપી લઇ ચોરી નો મુદામાલ કબ્જે કર્યો છે.
પોરબંદરના ઉદ્યોગનગરમાં આશાપુરાચોક પાસે કિશોર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા કિશોરભાઈ ગોરધનદાસ રાજા(ઉવ ૬૦) તા ૫ ના રોજ બપોરે દુકાને હતા. ત્યારે ચાર મહિલાઓ તેની દુકાને આવી હતી . જેમાં એક મહિલા દુકાનના આગળના ભાગે ઉભી હતી. જયારે અન્ય મહિલા પાછળના દરવાજાથી દુકાનના કાઉન્ટર સુધી આવી ગઇ હતી. અને વસ્તુઓ ના ભાવ પૂછ્યા હતા. થોડીવાર સુધી ભાવ પૂછયા બાદ કશીજ ખરીદી કર્યા વગર મહિલાઓ ત્યાંથી ચાલી ગઇ હતી.
ત્યાર બાદ કિશોરભાઇ એ પર્સ ગુમ થયું હોવાથી દુકાનના સી.સી.ટી.વી. કેમેરા તપાસતા તે મહિલાઓ એ ચોરી કરી હોવાનું સામે આવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ દરમ્યાન સી.સી.ટી.વી. ફુટેજ ના વર્ણન વાળી ચાર મહિલાઓ મળી આવતા તેઓના નામ પુછતા તેઓ રાંભીબેન અજયભાઈ ઉર્ફે વિજયભાઈ સોલંકી (ઉ.વ.રર,રહે. પુંજાપરા ધાર, રાણા કંડોરણા),સોનલબેન રાજેશ ઉર્ફે રમેશ વાઘેલા (ઉ.વ.૨૫ રહે. વંથ,લી કેશોદ જુનાગઢ બાયપાસની બાજુમાં) શાંતીબેન વશીભાઈ પરમાર (ઉ.વ.૪૮ રહે. પુજાપરા ધાર, રાણા કંડોરણા)અને હિરલબેન ધીરૂભાઈ પરમાર (ઉ.વ.રર રહે. પુંજાપરા ધાર, રાણા કંડોરણા હાલ રહે. રાણાવાવ જામનગર ચોકડી પાસે દંગામાં) હોવાનું જણાવ્યું હતું અને ચારેય ભંગાર ની ફેરી કરતી હોવાનું પણ જણાવ્યું હતું આથી પોલીસે તેની તલાશી લેતા ચોરી માં ગયેલ મુદ્દામાલ રૂ.૬૦,૨૫૦ મળી આવતા તે અંગે પુછપરછ કરતા તેઓએ વેપારી ની નજર ચૂકવી ને ચોરી કરી હોવાની કબુલાત આપી હતી આથી પોલીસે તુરંત તેની ધરપકડ કરી આ ટોળી અન્ય કોઈ ગુન્હા માં સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.