પોરબંદર શહેર માં બે સરકારી કચેરીઓ માં એસીબી એ ટ્રેપ ગોઠવી ૨ અધિકારી સહીત ૪ ને ઝડપી લેતા જીલ્લાભર માં ચકચાર મચી છે.
પોરબંદરના દેગામ ખાતે આવેલ આર.ટી.ઓ. કચેરીમાં સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સામત ખીમાભાઈ કોડીયાતરે પી.યુ.સી સેન્ટર ચલાવનાર પાસે રૂ ૫ હજાર ની રકમ લેતા ઝડપાયા છે. જેમાં આર.ટી.ઓ કચેરી દ્વારા વાહનોના રી-પાસીંગ અંગેનો કેમ્પ ગત તા.૨૮-૩ ના રોજ ચીંગરીયા ગામ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદીએ પોતાના ગ્રાહકોના વાહનોના રીપાસીંગ ના ભરેલ ફોર્મ ની એપોઇન્ટમેન્ટ આધારે જુદા જુદા ૧૨ વાહનોના ફીટનેશ સર્ટી મેળવવા માટે કેમ્પમાં વાહનો તથા વાહનોના માલિક સાથે હાજર રહ્યા હતા.
તે સમયે સામતે વાહનો રીપાસીંગ કરી સર્ટી આપવા ના વ્યવહાર પેટે પ્રથમ રૂ.૧૫,૭૦૦ ની લાંચની માંગણી કરી તે પૈકી રૂ.૧૦,૭૦૦ લઇ લીધા હતા. અને બાકીના રૂા.૫,૦૦૦ આપશે તો જ વાહનોના ફીટનેશ સર્ટી આપશે તેમ જણાવ્યું હતું. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કરતાં એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં સામતે હેતુલક્ષી વાતચીત કરી રૂ ૫ હજાર ની લાંચના નાણાંની માગણી કરી, સ્વીકારતા ઝડપાયો હતો. જેના પગલે જીલ્લાભર માં ચકચાર મચી છે. આ છટકા માં ટ્રેપીંગ ઓફીસર તરીકે અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનના પી આઈ એન.એન. જાદવ અને સુપરવિઝન ઓફીસર તરીકે એ.સી.બી. અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે.બી. ચુડાસમા રોકાયા હતા.
અન્ય એક ટ્રેપ માં પોરબંદર માં રહેતા ફરિયાદીએ પાણી પુરવઠા જાહેર બાંધકામ વિભાગની કચેરીનુ સમારકામ કર્યું હતું જે અંગેનું બિલ પાસ કરવા માટે પાણી પુરવઠા બોર્ડના ના વર્ગ-૨ ના અધિકારી મદદનીશ ઇજનેર દિપ્તીબેન સતીષભાઈ થાનકી (ઉ.વ.૩૬)એ સહી તથા અભિપ્રાય આપવા બદલ કુલ મંજુર રકમના ૧% લેખે રૂા.૭,૦૦૦/- લાંચની માગણી કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આથી એસીબી એ લાંચનું છટકું ગોઠવ્યું હતું.
જે છટકા દરમ્યાન ત્રણેય આક્ષેપીતો એ લાંચની માંગણી કરી, ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. જેમાં મસરી અને દીપ્તિ ની હાજરી માં તેઓએ તેમના વતી રકમ દીપક સોલંકી ને આપી દેવા જણાવ્યું હતું. અને દીપક તેની જ ઓફીસ માં રૂ ૭૦૦૦ ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. જેમાં ટ્રેપીંગ અધિકારી તરીકે પોરબંદર એસીબી ના પી આઈ જે.બી.કરમુર તથા એ.સી.બી. પોલીસ મથક નો સ્ટાફ સુપરવિઝન અધિકારી તરીકે રોકાયા હતા. પોરબંદર માં ૨ કલાક ના ગાળા માં જ બે સરકારી કચેરીઓ માં એસીબી ની ટ્રેપ માં ક્લાસ ૨ એન્જીનીયર અને આરટીઓ ના અધિકારી સહિત ૩ ઝડપાતા શહેરભર માં ચકચાર મચી છે તો લાંચિયા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માં ફફડાટ જોવા મળે છે.