પોરબંદર પાલિકા ના ચાર કર્મચારી નિવૃત થતા તેઓને નિવૃત્તિ ના દિવસે જ હક્ક હિસ્સા ની રકમ ચુકવવામાં આવી હતી.
પોરબંદર નગરપાલિકાના ૪ કર્મચારીઓ હેલ્થ ઓફિસર જગદીશભાઇ ઢાંકી,સેનિટેશન વિભાગ ના જુનીયર ક્લાર્ક જગદીશભાઇ મોતીવરસ, હાઉસટેકસ વિભાગ ના વસુલાત ક્લાર્ક કાનજીભાઇ લોઢારી તથા પટ્ટાવાળા વિજયાબેન ગોસીયા વયમર્યાદા સબબ તા.૩૦-૧૧ ના રોજ નિવૃત થતાં નગરપાલિકાના પ્રમુખ ડો.ચેતનાબેન જી. તિવારી તથા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ દ્વારા તેઓનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને તેઓએ બજાવેલ નિષ્ઠાપૂર્વક ની કામગીરી ને બીરદાવવામાં આવી હતી. તેમજ તેઓ આર્થિક પરિસ્થિતી બાબતે હેરાન ન થાય તે હેતુથી દરેક કર્મચારીઓને તેમના હકક હિસ્સા પેટેની રકમના ચેક નિવૃતીના દિવસે જ અપર્ણ કરવામાં આવ્યા હતા.
નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત આવો ઐતીહાસિક કિસ્સો બન્યો છે. જેથી નગરપાલિકાનાં કર્મચારીઓએ પણ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર નો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ નિવૃત થયેલ અનેક કર્મચારીઓ ને ગ્રાન્ટ ન હોવાથી હક્ક હિસ્સા માટે ઘણા સમય થી ધક્કા ખાઈ રહ્યા છે.