પોરબંદર જીલ્લા માં વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના હેઠળ ૪.૧૬ લાખ રોપાનો ઉછેર કરાયો છેજયારે છેલ્લા ત્રણ વર્ષમાં ૧૧.૪૧ લાખ રોપાનું વાવેતર વિવિધ સંસ્થાઓના માધ્યમથી જિલ્લામાં કર્યું છે.
પોરબંદરમાં સામાજિક વનીકરણ યોજના હેઠળ ૪.૧૬ લાખ રોપાનો ઉછેર કરાયો છે, વન વિભાગના તંત્રએ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૧.૪૧ લાખ રોપાનું વાવેતર વિવિધ સંસ્થાઓના માધ્યમથી જિલ્લામાં કર્યું છે.
વન વિભાગ દ્વારા વિવધ રોપાઓનો રોપ ઉછેર કેન્દ્રોમાં ઉછેર કરાયો છે. વન વિભાગ દ્વારા જુદી જુદી જાતના બીજ વિતરણ કરવાનું પણ આયોજન છે. પોરબંદર જિલ્લામાં ૪ નર્સરીઓ(રોપ ઉછેર કેન્દ્ર) આવેલા હોવાનુ જણાવવામા આવ્યું છે.
વૃક્ષારોપણની પાવન કામગીરીને વ્યાપક, અસરકારક, સાર્વત્રિક અને લોકભોગ્ય બનાવવાના ઉદેશથી પ્રતિ વર્ષ વન મહોત્સવ યોજાતા રહે છે. જેથી વધુને વધુ સામાજિક વનિકરણ થઇ શકે. જેમાં નાગરિક, ખેડૂત, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ, યુવક મંડળ, ગ્રામ મંડળ, મહિલા મંડળ, ઉધોગકારો દ્વારા વધુને વધુ હિસ્સેદારી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. વન વિભાગ દ્વારા તેઓની વિવિધ નર્સરીઓમાં ઉછેરેલા વિવિધ રોપાઓનું તેઓને વિતરણ કરવામાં આવે છે, જેને સારો એવો પ્રતિસાદ મળે છે.
વિવિધ રોપાઓ પૈકી નીલગીરી, અરડુસો, આસોપાલવ, બીલી, બિરસલ્લી, ગરમાળો, ગુંદી, જામફળ, કરંજ, કાસિદ, ખેર, ખાટી આંબલી, લીંબડો, પેલ્ટો ફોરમ, પીપળો, રેઇન ટ્રી, રાયણ, સેવન, સીતાફળ, સીસુ, શરૂ, વડ, ફૂલછોડ વગેરેના રોપાઓનો સમાવેશ થાય છે.
કેટલાક રોપાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તો કેટલાંકના ટોકન દરે વિતરણ કરવામાં આવે છે. રોપાઓ ઉછેરવા અને તેની જાળવણી માટેનું માર્ગદર્શન પણ વન વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે.
આમ, પોરબંદરમાં સામાજિક વનીકરણ યોજના હેઠળ ૪.૧૬ લાખ રોપાનો ઉછેર કરાયો છે, અને વન વિભાગના તંત્રએ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૧.૪૧ લાખ રોપાનું વાવેતર વિવિધ સંસ્થાઓના માધ્યમથી જિલ્લામાં કર્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. ગત તા. ૧૬ જૂનથી રોપા વિતરણની શરૂઆત કરવામાં આવી છે અને ચોમાસા દરમિયાન નર્સરીઓ માંથી આરોપાનું વિતરણ કરવામાં આવશે. શાળાઓ અને ગ્રામ પંચાયતોમાં તેમના લેટરપેડ પર માગણી મુજબ રોપા પૂરા પાડવામાં આવે છે.
જિલ્લાની કઈ નર્સરીમાં કેટલા રોપાનો ચાલુ વર્ષે ઉછેર કરાયો
પોરબંદર જિલ્લાના કુતિયાણા, રાણાવાવ અને પોરબંદરમાં ચાર જેટલી નર્સરી આવેલી છે. જેમાં ચાલુ વર્ષે સોનારડી નર્સરીમાં ૯૧,૦૦૦ તથા મૂળ માધવપુર નર્સરીમાં ૧,૧૦,૦૦૦ તેમજ સાજણા વાળા નર્સરીમાં ૧,૦૫,૦૦૦ અને કુતિયાણા ખાતાકીય નર્સરીમાં ૧,૧૦,૦૦૦ લાખ રોપા સહિત કુલ ચાર નર્સરીમાં ૪,૧૬,૦૦૦૦ હજાર રોપાનો ઉછેર કરાયો છે.