પોરબંદર માં તાલુકા કક્ષા ની મીલેટસ વાનગી હરીફાઈ યોજાઈ હતી જેમાં ૩૬ બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય મિલેટ યર અંતર્ગત મિલેટસનો પ્રચાર થાય, લોકો દૈનિક આહાર તરીકે વધુને વધુ મિલેટસનો ઉપયોગ કરે તે હેતુથી પોરબંદર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પોરબંદર તાલુકા કક્ષાની અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈ આંગણવાડી કાર્યકર બહેનો વચ્ચે યોજાઈ હતી. જેમાં તાલુકાની જુદી જુદી આંગણવાડીની ૩૬ કાર્યકર બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બહેનોએ મિલેટ્સ માંથી તૈયાર કરેલ પૂરી,થેપલા,મીઠાઈ,દહીંવડા,લાડુ,ભજીયા,હાંડવો, પૂરી રાબ,ખીર સહિતની વાનગીઓ બનાવી હતી.
આ સ્પર્ધામાં ગીતાનગર આંગણવાડી કેન્દ્રના કાર્યકર પ્રીતિબેન મસાણી પ્રથમ નંબર, માધવપુર -૯ આંગણવાડી કેન્દ્રના કાર્યકર ભાવનાબેન સેવક દ્વિતીય નંબર તથા જૂનો વણકરવાસ આંગણવાડી કેન્દ્રના કાર્યકર કાજલબેન ખુંટી તૃતીય નંબરે વિજેતા બન્યા હતા. જેઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. મદદનીશ ખેતીવાડી અધિકારી માનસીબેન લખલાની, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ક્રિશ્નાબેન ગરચર, ન્યુટ્રિશન આસિસ્ટન્ટ કોમલ બેન મદલાણીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ આઈસીડીએસ બાળ વિકાસ યોજના અધિકારી દર્શનાબેન સોલંકીના સંકલન હેઠળ યોજાયો હતો.