પોરબંદર ના ગોસા ગામના પાટિયા પાસેથી ૩ શખ્સો ને પોલીસે ૧૨૦ બોટલ દારૂ સાથે ઝડપી લીધા છે.
પોરબંદર પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી ના આધારે ગોસા ગામ ના પાટિયા પાસે મુળ પોરબંદરના પરેશનગર ધનલક્ષ્મી સોસાયટી પ્લોટ નં.૨ હાલ રાજકોટ જાગનાથ સોસાયટી ખોડિયાર પાર્ક પ્લોટ નં-૨માં રહેતો પાર્થ દાનાભાઇ વેગડા (ઉ.વ.૨૨),મુળ પોરબંદરની છાંયા જલારામ રઘુવંશી સોસાયટીનો તથા હાલ રાજકોટના મેઘધારા એપાર્ટમેન્ટના બ્લોક નં-૧૦૧ માં રહેતો મયુર કમલેશભાઇ મહેતા (ઉ.વ.૩૬),મુળ પોરબંદરના છાંયા ડો.હાથીના દવાખાના પાસે રહેતો અને હાલ રાજકોટ અયોધ્યાચોક પાછળ શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતો અજય ખુશાલદાસ કોટેચા (ઉ.વ.૪૮) ને અટકાવી તેની તલાશી લેતા પકડી દારૂ નો જથ્થો મળ્યો હતો.
જેમાં ત્રણેય પાસે રહેલ ટ્રોલીબેગ, સોલ્ડર બેગ અને હેન્ડ બેગમાંથી રૂ ૩૬૦૦૦ ની કીમત ની અલગ અલગ બ્રાંડ ની ૧૨૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે ત્રણેય ની ધરપકડ કરી ૨ મોબાઈલ અને દારૂ મળી રૂ. ૩૮૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમની પાસે ઝડપાયેલ દારૂ પર “ફોર સેલ ઇન ગોવા” નો માર્કો લગાવેલો હોવાથી ત્રણેય શખ્સો ક્યાંથી દારૂ લાવ્યા હતા. અને કોને આપવાનો હતો તે સહિતના મુદે વધુ પુછપરછ હાથ ધરી છે.