રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શહેર ના મુખ્ય માર્ગ ઉપર આવેલા ત્રણ જર્જરિત સીટી બસ સ્ટેન્ડ નું તાજતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમા સત્ય નારાયણ મંદિર, ખીજળી પ્લોટ અને રાવલીયા પ્લોટ ખાતે આવેલા વર્ષો જુનાં બસ સ્ટેન્ડ ને સંસ્થા દ્વારા ખૂબ જ સરસ રીતે રીપેરીંગ કરી તેમા લોકોને બેસવા માટે ગ્રેનાઇટ ની બેઠક બનાવી તેને સારી ક્વોલિટી ના કલરથી પેઇન્ટ કરવામાં આવ્યા છે.
પોરબંદર માં ઘણા સમય થી બંધ રહેલી સીટી બસ સેવા અનેક રજૂઆત બાદ 2 ઓક્ટોબર 2022 થી શરુ કરાઈ છે અને દરરોજ 13 બસો અલગ અલગ 13 જેટલા રૂટ પર કાર્યરત છે અને દરરોજ 7 હજાર થી વધુ લોકો આ બસ સેવા નો લાભ લઇ રહ્યા છે. પરંતુ અનેક સ્થળો એ જ્યાં બસ ઉભે છે ત્યાં સીટી બસ સ્ટેન્ડ ની સુવિધા જ નથી. જેથી લોકો ને ન છુટકે તડકા અને વરસાદ માં પણ ખુલ્લા માં ઉભા રહી બસ ની રાહ જોવી પડે છે. તો અનેક સ્થળો એ બસ સ્ટેન્ડ છે ત્યાં બેસવાની પુરતી વ્યવસ્થા જ નથી. કેટલાક બસ સ્ટેન્ડ તો જર્જરિત હાલત માં છે. જ્યાં ઉભા રહી શકાય તેવી સ્થિતિ જ નથી તો કેટલાક સ્થળો એ માત્ર ઉભા રહી શકાય તેવી જ સુવિધા છે. જે અંગે થોડા સમય પહેલા પોરબંદર ટાઈમ્સ દ્વારા પણ ખાસ અહેવાલ પ્રસારિત કરાયો હતો.
ત્યારે રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શહેર ના મુખ્ય માર્ગ ઉપર આવેલા ત્રણ જર્જરિત સીટી બસ સ્ટેન્ડ નું તાજતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમા સત્ય નારાયણ મંદિર, ખીજળી પ્લોટ અને રાવલીયા પ્લોટ ખાતે આવેલા વર્ષો જુનાં બસ સ્ટેન્ડ ને સંસ્થા દ્વારા ખૂબ જ સરસ રીતે રીપેરીંગ કરી તેમા લોકોને બેસવા માટે ગ્રેનાઇટ ની બેઠક બનાવી તેને સારી ક્વોલિટી ના કલરથી પેઇન્ટ કરવામાં આવ્યા છે.
ઉપરોક્ત ત્રણેય બસ સ્ટોપ ને તાજેતરમાં જ પોરબંદર છાંયા નગરપાલિકા ના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, રોટરી ડીસ્ટરીકટ 3060 ના ડીસ્ટરીકટ ગવર્નર રો. નિહીર દવે, આસી. ગવર્નર રો. જીતેન્દ્ર માંડલીક તથા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયા અને રોટરી કલબ ના પ્રમુખ રો.અશ્વિનભાઈ ચોલેરાના હસ્તે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આ બસ સ્ટેન્ડ ના લોકાર્પણ પ્રસંગે ડોક્ટર ચેતનાબેન તિવારીએ રોટરી ક્લબ ને શુભેચ્છાઓ સાથે હજુ વધુ વિકાસ ના કાર્યોમા સહભાગી બનવા જણાવ્યું હતું. આ તકે આ પ્રોજેક્ટ મા ક્લબ ને આર્થિક સહયોગ આપનાર દાતાઓનો રોટરી સભ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરોક્ત પ્રોજેક્ટ સફળ બનાવવા ક્લબ સેક્રેટરી રો. દિવ્યેશ સોઢા, રો. મનીષ દાસાણી, રોટરી પ્રેસિડેન્ટ રો.અશ્વિન ચોલેરા સહિત ના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.







