પોરબંદરમાં મહેર સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવતા ૨૮ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડીને નવા જીવનની શરૂઆત કરતા તેમને સુખી લગ્નજીવનની શુભેચ્છા આપવા દેશ-વિદેશના મહેર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિનો ૨૪મો સમૂહ લગ્નોત્સવ પોરબંદર ખાતે ભવ્ય રીતે યોજાઈ ગયો. સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમૂહ લગ્નમાં કુલ ૨૮ જેટલા નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. મહેર મહિલા વિકાસ મંડળ પોરબંદરની બહેનો દ્વારા રેલાવવામાં આવેલ પ્રાચીન લગ્નગીતોની સુરાવલીઓ વચ્ચે આ સમગ્ર લગ્નની વિધિ સાન્દીપનિ વિદ્યાનિકેતનના ગુરૂજનો તથા ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં લગ્નજીવનની માંગલ્યતાનો મર્મ સમજાવી આ પવિત્ર દિવસે લગ્નગ્રંથીથી જોડાયેલા તમામ નવ દંપતીઓને હૃદયપૂર્વકના આશીર્વાદ પાઠવી તેઓના શુભ લગ્નજીવનની કામના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના તમામ વિભાગોના કાર્યો વિશેની વિગતવાર માહિતી પણ તેઓએ તેમના વ્યકતવ્યમાં રજુ કરી હતી.
સમુહ લગ્નના ખર્ચ અંગેની આવક જાવકની વિગત સંસ્થાના ખજાનચી આલાભાઈ ઓડેદરા દ્વારા રજુ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, પોરબંદરના વર્તમાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડિયા (યુ.એસ.એ.),આલાભાઈ ઓડેદરા, બચુભાઈ આંત્રોલીયા, જીતેન્દ્રભાઈ વદર, નવઘણભાઈ મોઢવાડિયા, અરજનભાઈ ખીસ્તરીયા, રામભાઈ મેપાભાઈ ઓડેદરા, કારાભાઈ કેશવાલા, અરશીભાઈ ખુંટી, સામતભાઈ ઓડેદરા, મસરીજીભાઈ ઓડેદરા, અરજનભાઈ બાપોદરા, દેવાભાઈ ભૂતિયા, ખીમભાઈ રાણાવાયા, દેવાભાઈ ઓડેદરા ભોજાભાઈ આગઠ, કેશુભાઈ ખુંટી, પૃથ્વીપાલભાઈ વિસાણા,
પોપટભાઈ કેશવાલા, કેશુભાઈ વાઢેર, નાગાજણભાઈ ઓડેદરા, ડો. જીતેનભાઈ વાઢેર, જયેન્દ્રભાઈ ખુંટી, રાજુજીભાઈ ઓડેદરા, ભાવેશજીભાઈ ઓડેદરા, રામભાઈ કેશવાલા, બાબુભાઈ કારાવદરા, પરબતભાઈ કેશવાલા, રાયદેભાઈ મોઢવાડિયા, નાગેસભાઈ ઓડેદરા, પરબતભાઈ ઓડેદરા, અરજનભાઈ કેશવાલા, રાણાભાઈ શીડા, હમીરભાઈ ખીસ્તરીયા, ભરતભાઈ વાઢેર, ભીમાભાઈ ગોરસીયા, ભીમાભાઈ ઓડેદરા, કેશુભાઈ ગરેજા, પરબતભાઈ ઓડેદરા, દેવાભાઈ પરમાર, અરજનભાઈ ઓડેદરા, હરભમભાઈ કેશવાલા, રામભાઈ ઓડેદરા, વનરાજભાઈ કેશવાલા, કરશનભાઈ ભારવાડિયા, અશોકજીભાઈ ઓડેદરા, કેતનજીભાઈ ઓડેદરા, રાજભાઈ કુછડીયા, દુલાભાઈ ઓડેદરા, ગગુભાઈ પરમાર, મહેર શક્તિ સેનાના કરશનભાઈ ઓડેદરા અને રાણાભાઈ ઓડેદરા, અરજનભાઈ કડેગીયા, ભીમભાઈ મોઢવાડિયા, લીલાભાઈ મોઢવાડિયા, રાજદેભાઈ જાડેજા, આર્મી અટેક ગૃપનાં સભ્યો,
સામતભાઈ સુંડાવદરા, ભીમભાઈ મોડેદરા, હિતેશભાઈ મોઢવાડિયા, દિલીપભાઈ ઓડેદરા, પુંજાભાઈ સુત્રેજા, કેશુભાઈ ઓડેદરા, પોપટભાઈ ઓડેદરા, રામભાઈ જાડેજા, ભુરાભાઈ કેશવાલા, રામભાઈ ભૂતિયા, મુળુભાઈ બાપોદરા, પ્રતાપભાઈ કેશવાલા, પ્રતાપભાઈ મોઢવાડિયા, રાણાવાવ મહેર સમાજના સભ્યો, હરઘસભાઈ ઓડેદરા, અરજનભાઈ વિસાણા, ભીમભાઈ ખુંટી ક્રિકેટર, મહેશભાઈ સુત્રેજા, રામભાઈ ઓડેદરા, વિજયભાઈ ઓડેદરા, સંદીપભાઈ સિસોદિયા, ભરતભાઈ આગઠ, બાબુભાઈ ખીસ્તરીયા, કારૂભાઈ ખીસ્તરીયા, ભુરાભાઈ કારાવદરા, અરજનભાઈ ખુંટી, પુંજાભાઈ ઓડેદરા, વાનાભાઈ ઓડેદરા, લખુભાઈ પરમાર, રામભાઈ ઓડેદરા ગૃહપતિ, મહેર મહિલા વિકાસ મંડળની બહેનો, માલતીબેન ખુંટી, શૈલેશભાઈ મુંજાભાઈ ઓડેદરા, કેશુભાઈ રામભાઈ ઓડેદરા, રણમલભાઈ કેશવાલા, ભીખુભાઈ ગોરાણીયા, સાજણભાઈ દેવાભાઈ કેશવાલા (દસ સમૂહ લગ્નના દાતા),
નાથાભાઈ રણમલભાઈ યુ.કે., દેવાભાઈ સિસોદિયા, લખમણભાઈ સુંડાવદરા, અરભમભાઈ ખીસ્તરીયા, કારાભાઈ મોઢવાડિયા, નાગાજણભાઈ અરશીભાઈ ઓડેદરા, પરબતભાઈ ભીમાભાઈ કુછડીયા, અરભમભાઈ જેતાભાઈ કેશવાલા, જયેશભાઈ દેવાભાઈ કારાવદરા, દિલીપભાઈ અરજનભાઈ ઓડેદરા, પરબતભાઈ સુઘાભાઈ ઓડેદરા, કારાભાઈ અરભમભાઈ કેશવાલા, નાગાજણભાઈ કારાવદરા, ચેતનભાઈ રાણાવાયા, સ્મિતાબેન ઓડેદરા, ગીતાબેન ઓડેદરા, લક્ષ્મણભાઈ મોઢવાડિયા, અરભમભાઈ કારાવદરા, મહેર વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓ, નમઃ કલાસીસના વિદ્યાર્થીઓ, અડવાણા-સોઢાણા યુવક મંડળના સભ્યો, છાયા-રતનપર યુવક મંડળના, સભ્યો, દેશ-વિદેશના અતિથીઓ, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ તેમજ મહેર સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ભવ્ય પ્રસંગમાં ખુબ જ સુંદર સહકાર આપ્યો હતો. આ પ્રસંગે એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન દેવાભાઈ ભુતિયા એ કર્યું હતું.

