Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ધંધાર્થી પાસે થી એડવાન્સ રકમ અને જીએસટી ના નામે ૨૩ લાખ ની છેતરપિંડી

પોરબંદર માં કેમિકલ ટ્રેડીંગ ના ધંધાર્થી પાસે થી ઇવે બીલ જનરેટ કરી જીએસટી ના નામે તથા માલ ની એડવાન્સ રકમ મેળવી રૂ ૨૩ લાખ ની છેતરપિંડી કરી હોવાની બરોડા ના ટ્રાન્સપોર્ટ ધંધાર્થી સહીત ૪ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર ના વાઘેશ્વરી પ્લોટ માં રહેતા અને પુના ખાતે શ્રી એન્ટરપ્રાઈઝ ના નામે કેમિકલ ટ્રેડીંગ નો વ્યવસાય કરતા હિતેશ મનસુખલાલ થાનકી (ઉવ ૪૭)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ત્રણેક માસ પૂર્વે તેઓ પોરબંદર હતા. ત્યારે મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફૂલવાની નામના શખ્શે હિતેશ ના આર જે ઓઈલ નામના વોટ્સેપ ગ્રુપ માં પોતે એસ આર એન્ટરપ્રાઈઝ નો કેમિકલ ઇમ્પોર્ટર હોવાનું જણાવ્યું હતું. અને તા ૭-૧૦ ના રોજ સુરેશ સાથે વોટ્સેપ માં મિનરલ ટર્પેટાઇન ઓઈલ ના ભાવ તાલ અને માલ બાબતે વાત થઇ ત્યારે પોતે સુરત ખાતે નવકાર ટ્રેડર્સ ના નામે ટ્રેડીંગ અને એસ આર એન્ટરપ્રાઈઝ ના નામ થી ઈમ્પોર્ટ કરતો હોવાનું જણાવ્યું હતું. અને નવકાર ટ્રેડર્સ નો જીએસટી નમ્બર પણ આપ્યો હતો. જે ઓનલાઈન એક્ટીવ હતો.

સુરેશે તેની સાથે વ્યવસાય કરશે તો સારા ભાવ અને સમયસર ડીલેવરી ની ખાતરી આપી હતી. ત્યાર બાદ મંગેશ,શ્યામભાઈ,ટેન્કર ડ્રાઈવર રાકેશ પટેલ ઉર્ફે રાજા યાદવ,અને કમલેશ હંસરાજ કલોલા વગેરે એ પૂર્વ આયોજિત કાવતરું રચી ઠગાઇ કરવાના ઇરાદે ભળતી વ્યક્તિના નામે જી.એસ.ટી. પોર્ટલ ઉપર પેઢીનું રજીસ્ટ્રેશન કરાવી સારા રેટ અને નફો આપવાની અને સમયસર ડિલીવરી આપવાની વાત કરી વિશ્વાસમાં લઇ હિતેશભાઈ પાસેથી માલ તથા ટ્રાન્સપોર્ટના પેટે એડવાન્સમાં કુલ રૂ.૨૭,૮૫,૧૧૮ મેળવ્યા હતા. અને બીલ બનાવી ઇ-વે બીલ જનરેટ કર્યું હતું તથા હિતેશભાઈ પાસે રૂ.૪,૧૮,૭૪૬.૮૫ જેટલી રકમ જી.એસ.ટી પેટે મેળવી લઇ સરકારમાં જમા ન કરાવી સરકારી રૂપિયાની ઉચાપત કરી હતી.

તથા તેના પર સરકારના રૂ.૪,૧૮,૭૪૬.૮૫નું સરકારી લેણ ઉભુ કરી છેતરપીંડી કરી હતી. તથા હિતેશભાઈ એ માલ તથા ટ્રાન્સપોર્ટ પેટે એડવાન્સમાં ચુકવેલ રૂ.૨૭,૮૫,૧૧૮ માંથી રૂ ૫,૦૦,૦૦૦ તા.૮/૧૨ ના રોજ પરત કર્યા હતા. પરંતુ બાકી નીકળતા રૂ.૨૨,૮૫,૧૧૮ તથા એમ.ટી.ઓ.નો માલ પરત આપવાનું મંગેશને જ્યારે પણ કહેતા ત્યારે તે ફોનમાં જેમ ફાવે તેમ ગાળો કાઢી રૂપિયાની ઉઘરાણી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. મંગેશ ઉર્ફે સુરેશે આ રીતે ઘણા ને છેતર્યા હોવાનું પણ ફરિયાદ માં જણાવ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે