પોરબંદર જીલ્લા માં છેલ્લા બે વર્ષ માં ૪૫ જેટલા રોજગાર મેળાઓ થકી ૨૨૦૦ યુવાઓ ને રોજગારી મળી છે.
આજના આધુનિક યુગમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ રહેલું છું. રોજગારી મેળવવા માટે શિક્ષણ એક ઉત્તમ પગલું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશા નિર્દેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર યુવાઓને રોજગાર આપવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના માટે રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા રોજગાર કચેરી કાર્યરત છે.
કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા યુવાનોને સરળતાથી રોજગારી પ્રાપ્ત થઈ શકે તેમજ ઔધોગિક એકમો કુશળ માનવબળ મળી રહે તે માટે રાજ્ય સરકાર રોજગાર કચેરીના માધ્યમથી રોજગાર ભરતીમેળા કરી રોજગારવાંછુઓ અને ઔધોગિક એકમો વચ્ચે સેતુરૂપ બની રહી છે. તેમજ યુવાનોના ભવિષ્ય અને રોજગાર કચેરીની કામગીરી અંગે સમગ્ર માહિતી કેરિયર કાઉન્સિલિંગ થકી આપવામાં આવે છે.
પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી રોજગાર વાછુંઓ અને ઔધોગિક એકમો વચ્ચે સેતું બનીને કુશળ માનવબળ પૂરું પાડી રહી છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨ – ૨૩માં જિલ્લામાં ૩૯ જેટલા ભરતીમેળા યોજાયા હતા. જેમાં ૧૭૫૫ જેટલા રોજગાર વાછુંઓને રોજગારી પ્રાપ્ત થઈ હતી. તેમજ ચાલુ વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધીમાં કુલ ૦૬ જેટલા રોજગાર મેળા યોજીને ૪૭૧ જેટલા રોજગાર વાંછુઓને રોજગારી પ્રાપ્ત થઈ છે.
આજના ડિજિટલ યુગમાં યુવાનોને રોજગારી જાણકારી સરળતા મળી રહે તે માટે સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલના માધ્યમથી રોજગારવાછુઓ સરળતાથી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકે છે.
✓ એન.સી.એસ પોર્ટલ
રોજગાર વાછુંઓ માટે કેન્દ્ર સરકારનું ઓનલાઇન જોબ પોર્ટલ છે. www.ncs.gov.in પર સરળતાથી રોજગારવાછુંઓ તથા નોકરીદાતા રજીસ્ટ્રેશન કરી શકે છે. જેમાં પોરબંદર જિલ્લામાં ૩૫૦થી વધારે નોકરીદાતાઓ રજિસ્ટર્ડ થયેલા છે.
✓ અનુબંધમ પોર્ટલ
કેન્દ્ર સરકારના ઓનલાઇન જોબ પોર્ટલની માફક રાજ્યના યુવાનોને રોજગારી જાણકારી સરળતા મળી રહે તે માટે અનુબંધમ પોર્ટલ (www.anubandham.Gujarat.gov.in) કાર્યરત છે. જેમાં પોરબંદર જિલ્લાના ૩૮૧ જેટલા નોકરીદાતાઓ રજિસ્ટર્ડ થયેલા છે. જ્યારે જિલ્લાના ૫૫૦૦ કરતા વધારે રોજગાર વાંછુઓએ અનુબંધન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું છે.
તેમજ જિલ્લા રોજગાર કચેરીમાં કોઈપણ રોજગારી તકો માટેની જાણકારી કોલ સેન્ટર હેલ્પલાઈન નંબર ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર સમગ્ર જાણકારી મેળવી શકે છે.
