પોરબંદર જીલ્લા ની તમામ અદાલતો માં લોક અદાલત યોજાઈ હતી. જેમાં ૨૦૩૩ કેસ નો નિકાલ થયો હતો.
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ હાઇકોર્ટના ઉપક્રમે પોરબંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોરબંદર શહેર અને તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાખલ થયેલા તથા દાખલ થાય તે પહેલા પ્રિલીટીગેશનના કેસો હાથ પર લેવામાં આવ્યા હતા. ઉપરાંત સમાધાન લાયક ફોજદારી કેસો, ચેક રીટર્ન અંગેના તેમજ અકસ્માત વળતર, બેંક લેણા, લગ્ન વિષયક,દારૂ,જુગાર,મજુર અદાલતના તેમજ જમીન સંપાદનના અને ઇલેકટ્રીસીટી તેમજ રેવન્યુ, દિવાની, ખાધાખોરાકી અને અન્ય સમાધાનના કેસો હાથ પર લેવામાં આવ્યા હતા.
જેમાં એક્શન પ્લાન મુજબ કુલ 235 કેસો તથા સ્પેશ્યલ સીટિંગના 1448 કેસો તેમજ પ્રી-લીટીગેશનના કુલ 350 કેસો થઈને કુલ 2033 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ રૂ 3,12,62,090 જેટલી રકમના વિવાદોનું સમાધાનથી નિકાલ થયો હતો.

