પોરબંદર ના ધરમપુર ગામે ૩ વર્ષ પૂર્વે સગીરા નો વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારવા મામલે સ્પે પોક્સો કોર્ટે આરોપી ને ૨૦ વર્ષ ની સખ્ત કેદ ની સજા અને રૂ ૨૦ હજાર નો દંડ ફટકાર્યો છે.
પોરબંદરના ધરમપુર ગામે રહેતા દિનેશ હરીશ મારુ એ ગત તા.૫/૪/૨૦૨૧ રોજ બપોરે દોઢેક વાગ્યાના અરસામાં ગામ માં જ રહેતા ફરીયાદી ની સગીર વય ની પુત્રી ઘર પાસે બખાઈ પાડતી હતી. ત્યારે સગીરા ને “તારા બાથરૂમમાં નાહવાના વિડીયો મારી પાસે છે. અને હું કહું તેમ તુ મને કરવા દે નહી તો તારો વિડીયો વાઈરલ કરી દઈશ” તેવી ધમકી આપી સગીરા ને બાજુમાં આવેલ ઘરમાં લઈ ગયો હતો. અને ત્યાં કોઈ હાજર ન હોવાથી તથા રૂમનો દરવાજો ખુલ્લો હોવાથી સગીરા ને રૂમની અંદર લઈ જઈ ધકકો મારી પલંગ ઉપર નાખી દઈ બળાત્કાર ગુજાર્યો હતો.
જે અંગે દિનેશ સામે ઉદ્યોગનગર પોલીસ મથક માં પોક્સો એક્ટ સહિતની કલમ વડે ગુન્હો નોંધાયો હતો. જે કેસ માં પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા ૬૦ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૭ સાહેદો તપાસવામાં આવ્યા હતા. તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી. જે અનુસંધાને બીજા એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એમ.કે.ભટ ની કોર્ટ દ્વારા દિનેશ ૨૦ વર્ષની સખત કેદની સજા તથા જુદી-જુદી કલમો હેઠળ કુલ રૂ.૨૦,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.