પોરબંદર ના ગ્રામ્ય પંથક માં સગીરા નું ૫ તોલા સોના અને ૧૫ હજાર ની રોકડ સાથે અપહરણ કર્યા બાદ તેના પર દુષ્કર્મ આચરનાર સખ્શ ને કોર્ટે ૨૦ વર્ષ ની સખ્ત કેદ ની સજા અને ૨૮૦૦૦ નો દંડ ફટકાર્યો છે
પોરબંદર ના બગવદર પંથક માં રહેતા રાહુલ રાજુભાઈ મકવાણા નામના શખ્શે ગત તા.રર/૩/૨૩ના રોજ રાત્રીના સગીરા નું અપહરણ કર્યું હતું સગીરા ની માતા સહિતનો પરિવાર સવારે ઉઠ્યા બાદ જાણ થતા તેઓએ આજુબાજુમાં તથા અમારા સગા સંબંધીઓને ત્યાં તપાસ કરતાં સગીરા મળી આવી ન હતી અને ઘર માં તપાસ કરતા સોનાનો સેટ,કાનમાં પહેરવાના લટકાણીયા,સગીરા પહેરતી તે સોનાનો ચેન,બે સોનાની વીટી તથા સોનાની બુટી એમ ૫ તોલા સોનું તથા રોકડા રૂ.૧૫,૦૦૦ પણ ઘર માં મળ્યા ન હતા.
આથી સગીરા ની માતા એ આ અંગે બગવદર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી તપાસના અંતે આરોપી રાહુલ વિરૂધ્ધ પુરતા પુરાવા હોવાથી પોલીસે કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કર્યું હતું જે કેસ કોર્ટ માં ચાલી જતા પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા ૨૮ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૦ સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલ કરવામાં આવી હતી જે અનુસંધાને રાહુલભાઈને કસુરવાન ઠરાવી એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણની કોર્ટ દવારા ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૮,૦૦૦ દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.