મધ્યપ્રદેશથી કુતિયાણા પંથકમાં મજૂરી કરવા આવેલ શખ્શને ૨૦ વર્ષના લગ્નજીવન દરમિયાન ત્રણ બાળકો સંતાનમાં હોવા છતાં છેલ્લા ચાર વર્ષથી બીજી મહિલાને બેસાડી લીધી છે. જેથી તેની પત્ની ને આત્મહત્યાના વિચાર આવ્યા હતા. પરંતુ ૧૮૧ની ટીમે તેનું કાઉન્સેલીંગ કરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો છે.
કુતિયાણા તાલુકાના ગામમાંથી સ્થાનિક દ્વારા ૧૮૧ માં ફોન કરી જણાવ્યુ હતું કે એક મહિલા ગભરાયેલા છે. અને આમતેમ ફરે છે. કાંઈ બોલતા પણ નથી. જેથી મદદ માંગતા અભયમ ટીમ તુરંત દોડી ગઈ હતી. ત્યાં જઈ મહિલાને આશ્વાસન આપી સમસ્યા જાણતા મહિલાએ જણાવ્યુ કે તેના લગ્નને ૨૦ વર્ષ થયા છે. અને સંતાનમાં ત્રણ બાળકો છે. પતિ તેને નાની – નાની બાબતે અપશબ્દ બોલે છે. અને મારકૂટ પણ કરે છે. પતિએ ચાર વર્ષથી બીજી સ્ત્રી ને પણ બેસાડી છે. તે પણ સાથે જ રહે છે. અને તે પણ હેરાનગતિ કરે છે.
અને પતિએ તેને પરેશાન કરી ઘરની બહાર કાઢી મુક્તિ હોવાથી પોતે ગભરાઈ ગઈ હોવાથી આમતેમ ફરતી હોવાનું જણાવ્યું હતું અને પોતે એમ.પી. ના હોવાથી અહિંયા તેનું કોઇજ નથી તેથી આત્મહત્યા કરવાનો વિચાર કરતા હતા. આથી અભયમ ટીમ મહિલાને આત્મહત્યાના વિચારમાંથી બહાર લાવી ને નવી જીંદગી જીવવા માટે માર્ગદર્શન આપ્યું હતું અને મહિલાના પતિ ને પણ સમજાવી કાયદા નું ભાન કરાવ્યું હતું. મહિલા તેના પતિ સાથે રહેવા માંગતી ન હોવાથી લાંબા ગાળાના કાઉન્સિલિંગ અને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર માં આશ્રય અપાવ્યો છે.