કુતીયાણામાં પંથક માં રહેતા ભુરીબેન અને તેમના પુત્ર વચ્ચે જમીન વહેંચણી બાબતે વિવાદ ચાલતો હતો.અને વીસ વર્ષ પૂર્વે જમીન બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.ભુરીબેન ના પુત્ર,પુત્રવધુ, રાજસ્થાન થી પોલીસે પકડેલ આરોપી પાંચારામ સોલંકી તેમજ તેનો સગીર પુત્રએ ભુરીબેન પર કુહાડી તથા લાકડીથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં 3 આરોપી પકડાઈ ગયા હતા. જ્યારે પાંચારામ ફરાર હોવાથી વોન્ટેડ હોવાથી પોરબંદર પોલીસે 10 હજારનું ઇનામ જાહેર કર્યું હતું.
પકડાયેલ આરોપી પાંચારામ સોલંકી ભુરીબેનના ખેતરમાં મજુરી કરતો હતો.અને ઘટના બાદ ફરાર થઇ ગયો હતો.છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ શોધી રહી હતી.ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે હત્યાના પ્રયાસના વોન્ટેડ આરોપી રાજસ્થાનમાં છુપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આરોપી પાંચારામ રાજસ્થાનના જુદા જુદા ગામમાં વેશ બદલીને છુપાતો હતો અને ખેતરમાં મજુરી કરીને જીવન ગુજરતો હતો.એટલું જ નહીં તે ગામથી દુર પોતાનું નાનું ઝૂંપડું બાંધીને છુપાઈને રહેતો હતો. આ પ્રકારે 20 વર્ષમાં તેણે અનેક ગામો બદલી નાખ્યા હતા. પાંચારામની પત્નીએ છૂટાછેડા લઈને બીજા લગ્ન કર્યા છે. તેના પુત્રનું અવસાન થયું હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આ હત્યાના પ્રયાસ કેસમાં જમીનની લાલચમાં પુત્રએ જ માતાની હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાનું ખુલ્યું હતું. ભુરીબેન પતિના અવસાન બાદ તેમની પાસે 20 વિઘા જમીન હતી.તેમાં તેમણે પોતાના 3 પુત્ર ને 5-5 વિઘા આપી હતી.અને 5 વિઘા પોતાની પાસે રાખી હતી. જેમાં એક પુત્ર ભુરીબેન રહેતો હોવાથી તેને 10 વિઘા જમીન મળતા અન્ય પુત્ર ને ગમ્યું ન હોવાથી તેણે પાંચારામ સાથે મળીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ વોન્ટેડ આરોપીને પકડીને પોરબંદર પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.