પોરબંદરના માધવપુર અને ગોરસર વચ્ચેના દરિયા કિનારેથી પોલીસને શંકાસ્પદ પદાર્થ ભરેલા ૨૦ પેકેટ મળી આવ્યા છે. આ પેકેટ માંગરોળ થી મળી આવેલ ચરસ ના પેકેટ જેવા જણાતા ચરસ હોવાની આશંકા એ એફ.એસ.એલ. તપાસ કરવામાં આવી રહી છે.
ગત રાત્રે માંગરોળ ના દરિયાકાંઠે થી ૩૯ કિલો ચરસ નો જથ્થો મળી આવ્યા બાદ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી ના જીલ્લાઓ ને એલર્ટ કરાયા હતા. અને ચેકિંગ નો આદેશ અપાયો હતો. જેના પગલે પોરબંદર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન માધવપુર અને ગોરસર વચ્ચેના દરિયાકિનારે કાંઠા નજીક શંકાસ્પદ પદાર્થ ભરેલા ૨૦ પેકેટ બિનવારસુ મળી આવ્યા હતા. અને તેનો કબજો લઇ એફ.એસ. એલ. તપાસ માટે મોકલી અપાયા હતા છે. મળી આવેલા પેકેટ માંગરોળ થી મળી આવેલ પેકેટ જેવા જ જણાતા તે ચરસ કે અન્ય ડ્રગ્સના છે કે કેમ ? તે એફ.એસ.એલ.ના રીપોર્ટ બાદ જ સામે આવશે હાલ પોલીસ દ્વારા દરિયાઈ પટ્ટી પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે