Tuesday, July 16, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ટુકડા મિયાણીના યુવાનને યુકેના વર્ક વિઝા અપાવવાની લાલચ આપીને 20 લાખની છેતરપિંડી

પોરબંદર નજીકના ટુકડા મિયાણી ની મરશિયા સીમમાં રહેતા યુવાનને યુકેના વર્ક વિઝા અપાવવાની લાલચ આપીને 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા મૂળ સુરત તથા હાલ યુકે રહેતા બે સગા ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ટુકડા મિયાણી ની મરશિયા સીમમાં રહેતા સુભાષ માલદે ઓડેદરા(ઉવ ૩૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ દોઢ વર્ષ પહેલા તેને વર્ક વિઝા માં યુનાઇટેડ કિંગડમ જવાનું નક્કી કર્યું હતું. આથી છેલ્લા પાંચેક વર્ષથી યુકેમાં સ્થાયી થયેલા માસીયાઇ ભાઈ લખમણ ભારા કુછડીયા ને ફોન કરીને વાત કરતા તેણે એવું જણાવ્યું હતું કે યુકે ના કેયુર હીરજી વાવૈયા છે જે યુકેની વર્ક પરમિટ ની કામગીરી કરે છે તે તારા વર્ક વિઝા કાઢી આપશે. આથી સુભાસે કેયુરભાઈ વાવૈયા ને ફોન  કરીને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે યુકેમાં તમારા કેર હોમની વર્ક વિઝા કરવાની હોય તો 20 લાખ રૂપિયા નો ખર્ચ થશે અને હું એ વિઝા કરાવી આપીશ એના માટે સુરતમાં રહેતા તેના ભાઈ હાર્દિક હિરજી નો મોબાઇલ નંબર આપીને વાતચીત કરી લેવા જણાવ્યું હતું.

આથી સુભાસે હાર્દિક ને ફોન કરીને યુકેની વર્ક વિઝાની વાત કરી હતી તેથી ૨૦ લાખ રૂપિયા ભરવા પડશે તેમ જણાવતા સુભાસે કહ્યું હતું કે હું તમને કટકે કટકે રૂપિયા આપી દઈશ આથી ફરિયાદીને એવું જણાવવામાં આવ્યું હતું કે તમારે બે કટકે પૈસા આપવાના રહેશે તમારા ડોક્યુમેન્ટ વોટ્સ એપ માં મોકલાવો આથી ફરિયાદીએ પાસપોર્ટ, આઇલેટસ નું રીઝલ્ટ, આધારકાર્ડ પાનકાર્ડ સહિત દસ્તાવેજો હાર્દિક અને કેયુર બંનેને મોકલાવયા હતા. બે દિવસ પછી કેયુરે એવું જણાવ્યું હતું કે તમારા યુકેમાં હોમકેર વર્ક વિઝા થઈ જશે તમે 11 લાખ રૂપિયા મારા અને મારા ભાઈ હાર્દિકના બેન્ક એકાઉન્ટમાં મોકલી આપો. આથી ફરિયાદીએ કેયુરના એકાઉન્ટમાં છ લાખ અને હાર્દિકના એકાઉન્ટમાં પાંચ લાખ સહિત 11 લાખ રૂપિયા 24 ફેબ્રુઆરી 2023 ના મોકલ્યા હતા.

ત્યારબાદ 28 માર્ચ 2023 ના કેયુરે વોટ્સએપ કોલ કરીને વિઝા પ્રોસેસ કરવાની હોવાનું જણાવી બાકીના 9 લાખ રૂપિયા મોકલવાનું કહેતા હાર્દિકે એવું કહ્યું હતું કે યુકે ખાતે ડાયરેકટ કેયુર ને મોકલી આપો. એ સમયે ફરિયાદીના ગામના રામભાઈ રણમલભાઈ ઓડેદરા યુકેથી આવ્યા હતા. આથી તેમની સાથે 9 લાખ રૂપિયા રોકડા મોકલી દીધા હતા જે કેયુર ને 30 માર્ચ 2023 ના મળી ગયા હતા અને જલ્દીથી વિઝા આવી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ કેયુરે વિઝા ફાઇલ કરતા ફરિયાદીને અમદાવાદ વી એફ એસ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ અને બાયોમેટ્રિકની પાંચ એપ્રિલ 2023 ના એપોઇન્ટમેન્ટ મળી હતી જેથી તેઓએ ત્યાં જઈને કાર્યવાહી કરી હતી ત્યારબાદ વિઝાનો સમય લંબાતો ગયો હતો જેથી કેયુર અને હાર્દિક ને અવારનવાર ફોન કરતા તમારા વિઝા થોડા દિવસોમાં આવી જશે તેમ દિલાસો આપતા હતા.

ત્યારબાદ કેયુરે એવું જણાવ્યું હતું કે તમારા વિઝા માં દુબઈનું  પી.સી.સી.જોશે આથી ફરિયાદિયા ટ્રાય કરી હતી પરંતુ દુબઈનું પીસીસી મળ્યું ન હતું તેથી કેયુરે એવું જણાવ્યું હતું કે તે પોતાની રીતે સેલ્ફ ડિકલેરેશન નો કેર હોમ કંપનીમાં ઇમેલ કરી આપીશ ચિંતા ના કરતા વિઝા આવી જશે” ત્યારબાદ પણ ત્રણ મહિના સુધી રાહ જોઈ હતી કેયુર અને હાર્દિકને ફોન કરીને પૈસા માંગતા તેણે એવું કહ્યું હતું કે “કંપની પૈસા પરત આપતી નથી એટલે આપીશ નહીં” અને ત્યારબાદ બંનેએ પૈસા પણ આપ્યા નહીં અને ફોન નંબર પણ બ્લોકમાં નાખી દીધા હતા આથી ફરિયાદીએ પોરબંદરના જિલ્લા પોલીસવડાને ઉદેશીને અરજી કરી હતી.

અને અંતે હવે બગવદર પોલીસ મથક ખાતે જઈને સુભાષ માલદેભાઈ ઓડેદરા એ યુકેના કેયુર હીરજી વાવૈયા અને સુરતના મોટા વરાછામાં રહેતા હાર્દિક વાવૈયા સામે 20 લાખ રૂપિયા ની છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાવતા બગવદર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે