પોરબંદર માં દુકાન નો માલસામાન રસ્તા પર રાખી ટ્રાફિક અને અવરજવર માં અડચણ કરનાર બે વેપારીઓ સામે પોલીસે ગુન્હો નોંધી બન્ને ની ધરપકડ કરી છે.
પોરબંદર ના કિર્તીમંદિર પોલીસ મથક ના સર્વેલન્સ સ્ટાફ ના કોન્સ્ટેબલ કિશોર માલદેભાઈ શીંગરખિયા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ શુક્રવારે તેઓ,પીએસઆઈ જી.એમ.સોલંકી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કેદારેશ્વરમંદિરવાળી ગલી સામે અલંકાર તથા શ્રીરામ ટ્રેડર્સ નામની દુકાન પાસે આવતા બન્ને દુકાન ના ધંધાર્થીઓ એ બહાર જાહેર રોડ ઉપર વચ્ચે પોતાની દુકાનોનો માલસામાન રાખ્યો હતો સામાન રસ્તા ઉપર ભયજનક રીતે અને માણસોને અવર જવરમાં તેમજ ટ્રાફીકને અડચણ થાય તે રીતે રાખ્યો હોવાથી બંને દુકાન માલિકના નામ પૂછતા એક સખ્શે પોતાનુ નામ તન્મય દિપકભાઇ મોરજરીયા (ઉ.વ.૨૬ રહે.વાડીપ્લોટ આસ્થા બેકરી પાસે) હોવાનું અને પોતે અલંકાર દુકાનનો માલિક હોવાનુ જણાવ્યું હતું.
બીજા સખ્શે પોતાનુ નામ હરી પ્રતાપરાય જોગાણી (ઉ.વ.૫૩ રહે.કલેકટર કચેરીની બાજુમાં મોદીનગર સો. સા. બ્લોક નં.૦૫) હોવાનું અને પોતે શ્રીરામ ટ્રેડર્સનામની દુકાનનો માલિક હોવાનુ જણાવ્યું હતું. આથી પોલીસે બન્ને વિરુધ ગુન્હો નોંધી બન્ને વેપારી ની ધરપકડ કરી છે. જેના પગલે બંગડી બજાર અને સુતારવાડા ના વેપારીઓ માં ચર્ચા જાગી છે.