દેગામ નજીક કાર માંથી ૭૦૦ લીટર દેશી દારૂ સાથે પોલીસે બે શખ્સો ને ઝડપી લીધા છે અને દારૂ નો જથ્થો મોકલનાર અને મંગાવનાર ના પણ નામ ખુલતા તેની સામે પણ ગુન્હો નોંધી પોલીસે ૪ લાખ નો મુદામાલ કબ્જે કર્યો છે.
બગવદર પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે બાબડા તરફ થી એક કારમાં દેશી દારૂનો મોટો જથ્થો ભરી દેગામ ગામ લાવડીયાસીમ થઇ જામનગર તરફ જઈ રહ્યો છે. જેથી પોલીસે દેગામ નજીક વોચ ગોઠવી હતી. અને વહેલી સવારે ૫ વાગ્યે બાતમી વાળી કાર પસાર થતા તેને અટકાવી ચેક કરતા કાર માંથી રૂ ૧,૪૦૦૦૦ ની કીમત ની ૫-૫ લીટર ની દેશી દારૂ ની ૧૪૦ કોથળી મળી આવી હતી આથી પોલીસે કાર ચાલક રાજુ કરશનભાઈ કોડીયાતર (ઉ.વ.૧૯ રહે રાણપર ગામ ધીંગેશ્વર મંદીરની બાજુમાં તા.ભાણવડ)તથા તેની સાથે રહેલા પાચા દેવાભાઇ કોડીયાતર (ઉ.વ.૨૪ રહે વિજરાણાગામના પાટીયા પાસે)ની ધરપકડ કરી દારૂ અને ૨,૫૦૦૦૦ ની કીમત ની કાર મળી કુલ ૩,૯૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
અને બન્ને ની આકરી પુછપરછ કરતા આ દારૂ તેઓએ રાણાવાવ ના ખોડીયાર નેસ માં રહેતા જગા નાથાભાઈ કોડીયાતર તથા નારણ બાલાભાઈ કોડીયાતર પાસે થી વેચાતો લીધો હતો. અને જામનગર રહેતા પ્રદીપ ઉર્ફે પદીયો ખત્રી નામના સખ્શે મંગાવ્યો હોવાથી તેને ડીલેવરી આપવા જતા હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.