પોરબંદર ના કોલીખડા ગામ નજીક નેશનલ હાઈવે પર હોટલની પાછળ ઝાડી જાખરામાંથી પોલીસે ૨૨૪ બોટલ દારૂ સાથે શખ્શને ઝડપી લીધો છે.
પોરબંદર પેરોલ ફર્લો સ્કવોડ ના પીએસઆઈ એચ.એમ.જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે કોલીખડા ગામથી ડેડાવાવ રસ્તે દ્વારકાધીશ હોટલની પાછળના ભાગે બાવળની ઝાડીમાં પાંચા આલાભાઈ ચાવડા(ઉવ ૨૪) નામનો શખ્શ વિદેશીદારૂના જથ્થાની હેરાફેરી કરે છે. આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી. અને રૂ ૮૯૬૦૦ ની કીમત ની વિદેશી દારૂ ની ૨૨૪ બોટલ સાથે કોલીખડા ગામે દાણવાડાડાના મંદિરની બાજુમાં રહેતા પાંચા ની ધરપકડ કરી હતી.
અન્ય એક દરોડા માં ખાપટ થી આદિત્યાણા જતા રસ્તે નાયરાના પેટ્રોલ પંપ પાસે થી પોલીસે ખાપટની શ્રીધામ સોસાયટીમાં રહેતા શૈલેષ ઉર્ફે રાકેશ કાંતિગીરી અપારનાથીને ૧૦૮૦ રૂપિયાની વિદેશીદારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લીધો હતો અને તેને આ દારૂ આપનાર પોરબંદરના લાખા રબારી સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.