કુતિયાણા ના રબારી કેડા વિસ્તાર માં પોલીસે દરોડો પાડી ૧૨૦ બોટલ દારૂ સાથે સગીર સહીત 2 ની ધરપકડ કરી છે. અને દારૂ આપનાર નું નામ ખુલતા તેના વિરુધ પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કુતિયાણાના પી એસ આઈ એ.એ.મકવાણા તથા સર્વેલન્સ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે રબારી કેડા માં રહેતો સગીર પોતાના રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ વાડામા વિદેશી દારૂની હેરાફેરી કરે છે. જેથી પોલીસે મધરાતે ૧૨-૩૦ એ ત્યાં દરોડો પાડતા સગીર ઉપરાંત ચકલાપરા વિસ્તાર માં રહેતો દેવશી કારાભાઇ ભુતીયા (ઉ.વ.૨૭)નામનો શખ્શ અલગ અલગ બ્રાંડ ની રૂ ૪૮૪૮૦ ની કીમત ની ૧૨૦ બોટલ દારૂ સાથે મળી આવ્યા હતા. આથી પોલીસે બન્ને ની ધરપકડ કરી દારૂ ના જથ્થા અંગે વધુ પુછપરછ કરતા આ દારૂ બાંટવા ગામે રહેતો ભરત કોડીયાતર નામનો શખ્શ કાર માં વેચાણ થી આપી ગયો હોવાનું જણાવતા પોલીસે ભરત વિરુધ પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.