રાણાવાવ માં પોલીસ દ્વારા અસામાજિક તત્વો ને ત્યાં ચેકિંગ હાથ ધરતા ૨ અસામાજિક તત્વો ને ત્યાંથી ગેરકાયદે વીજ કનેક્શન મળી આવતા રૂ ૧.૨૫ લાખ નો વીજદંડ ફટકારવામાં આવ્યો છે.
ડી.જી.પી દ્વારા અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦ કલાકની અંદર લીસ્ટ બનાવી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના અપાઈ હતી. જે અન્વયે પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા અસામાજીક તત્વો ની યાદી તૈયાર કરાવી યાદી મુજબના તમામ અસામાજીક ગુંડા તત્વો ઉપર અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના અપાઈ હતી. જે સુચના ના આધારે રાણાવાવ પી એસ આઈ આર.વી.મોરી દ્વારા અલગ અલગ ટીમો બનાવી પી.જી.વી.સી.એલ તથા રેવન્યુ વિભાગના સ્ટાફને સાથે રાખી અસામાજીક તત્વો ઉપર ચેકીંગની કામગીરી હાથ ધરી હતી.
જેમાં કુલ ૨૨ અસામાજીક ગુંડા તત્વોને ત્યા ચેકીંગ હાથ ધરતા ૨ અસામાજીક તત્વોને ત્યા ગેરકાયર વીજ કનેકશન ધ્યાને આવતા પી.જી.વી.સી.એલ ટીમ દ્વારા રૂ.૧,૨૫,૦૦૦ નો વીજ દંડ કરવામાં આવ્યો તેમજ ર વીજ કનેકશન કટ કરવામાં આવ્યા છે.જયારે તમામ ૨૨ અસામાજીક તત્વોએ ગેરકાયદેર બાંધકામ કે સરકારી જમીન ઉપર દબાણ કરેલ છે કે કેમ? તે અંગે જરૂરી ખરાઈ કરી કાર્યવાહી કરવા માટે લગત કચેરીને રીપોર્ટ કરવામાં આવ્યો છે.
