પોરબંદર જીલ્લા પંચાયત ની બેઠક યોજાઈ હતી. જેમાં જીલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં રસ્તા કોમ્યુનીટી હોલ,કોઝવે સહિતની કામગીરી અને વિવિધ સાધનો ખરીદવા ૧૯૮ લાખ રૂ મંજુર થયા છે.
પોરબંદર જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના વર્ષમાં નાણાપંચની વર્ષ ૨૦૨૩-૨૪ની જિલ્લા વિકાસ યોજના અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં રૂા.૧૯૮ લાખનાં કામો મંજુર કરવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લાનાં તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ મંજુબેન વનરાજભાઈ કારાવદરા તથા સભ્ય સચિવ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.એલ.સાધુની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ગ્રામ્ય વિસ્તાર ના રસ્તા, કોમ્યુનીટી હોલ, કોઝ-વે, જેવા તમામ કામો માટે રૂ।,૮૦ લાખ મંજુર કરાયા હતા. ઉપરાંત પાણી, ગટર, અને સફાઈનાં સાધનો ખરીદવા માટે રૂા.૧૧૮ લાખ મંજુર કરવામાં આવ્યા હતા. જીલ્લા પંચાયત ની ૧૮ બેઠકો માં ૪૦ થી વધુ ગામો માં વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે