Wednesday, December 4, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લા ના ૧૮૩૪ વિદ્યાર્થીઓને એસટી પાસ ના લીધે રૂ.૧.૧૦ કરોડથી વધુ નો ફાયદો

પોરબંદર જીલ્લા ના ૧૮૩૪ વિદ્યાર્થીઓને સરકારની પાસ યોજના અંતર્ગત રૂ.૧.૧૦ કરોડથી વધુની રાહત અપાઈ છે.

પોરબંદર જીલ્લામાં દિવાળી વેકેશન પૂર્ણ થતા શાળા-કોલેજોમાં બીજું સત્ર ચાલુ થયું છે. જેમાં ગામડામાંથી શહેરમાં અભ્યાસ માટે આવતા વિધાર્થીઓની એસ.ટી બસનો પાસ કઢાવવા માટે કોઈ અગવડતા ન પડે તે માટે પોરબંદર ડેપો મેનેજર પી.બી.મકવાણાના માર્ગદર્શન હેઠળ પોરબંદર, રાણાવાવ, કુતિયાણા એસ ટી ડેપો ખાતે પાસ માટેના સમયમાં વધારો કરીને પાસ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં અત્યાર સુધીમાં પોરબંદર બસ સ્ટેશન ખાતેથી ૪૩૩ રેગ્યુલર વિદ્યાર્થીઓને પાસ કાઢવામાં આવ્યાં હતાં જેની ભાડાની રકમ રૂ.૧૮૪૦૫૪૧ થાય છે.જેમાં પાસ યોજના મૂજબ ભાડામાં થતી કુલ રકમનાં ૮૨.૫% એટલે રૂ.૧૫૧૮૪૪૬ની રાહત આપવામાં આવી છે. અને ગ્રામીણ કન્યા વિદ્યાર્થીનીઓના ૭૯૫ ફ્રી પાસ કાઢવામાં આવ્યાં છે.જેની પાસ યોજના મૂજબ ૧૦૦% રાહત એટલે
રૂ.૬૧૮૬૫૧૪ રાહત આપવામાં આવી છે.

રાણાવાવ બસ સ્ટેશન ખાતેથી ૧૫૭ રેગ્યુલર વિદ્યાર્થી પાસ કાઢવામાં આવ્યા હતા જેની ભાડાની રકમ રૂ.૬૯૪૪૪૬ થાય છે.જેમાં પાસ યોજના મૂજબ ભાડામાં કુલ રકમમાંથી ૮૨.૫% રાહત એટલે રૂ.૫૭૨૯૧૭ની રાહત આપવામાં આવી છે.અને ગ્રામીણ કન્યા વિદ્યાર્થીની ૨૯૧ ફ્રી પાસ કાઢીને ૧૦૦%રાહત એટલે રૂ.૨૧૮૩૩૭૬ની રાહત આપવામાં આવી છે.

કુતિયાણા બસ સ્ટેશન ખાતેથી ૧૦૦ રેગ્યુલર વિદ્યાર્થીઓને પાસ કાઢવામાં આવ્યા હતા. જેની ભાડાની રકમ રૂ.૪૧૭૨૨૯ થાય છે. જેમાં પાસ યોજના મૂજબ ૮૨.૫% ભાડામાં અપાયેલ રાહત મુજબ રૂ.૩૪૪૨૧૩ની રાહત આપવામાં આવી છે. અને ગ્રામીણ કન્યા વિદ્યાર્થીની ૫૮ ફ્રી પાસ કાઢીને ૧૦૦%રાહત આપવામાં આવી છે. જેનાં રૂ.૨૮૪૯૨૦ની રાહત આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે. કે,ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.પોરબંદર દ્વારા હાલમાં અમલી સરકારશ્રીની પાસ યોજનાઓ મુજબ વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓ માટે અભ્યાસ અર્થે તેઓના વતનથી શાળા સુધી જવા/આવવા માટે એસ. ટી.નિગમ પોરબંદર દ્વારા શાળા/આઈ.ટી.આઈ/કોલેજના વિદ્યાર્થીઓને ૮૨.૫૦% કન્સેશનથી અને ગામડાની વિદ્યાર્થીનીઓને બિલકુલ મફત(ફ્રી) એસ.ટી બસ પાસની સુવિધા આપાવામાં આવે છે. જેમાં નવું સત્ર ખૂલતાંજ વિદ્યાર્થીઓને કુલ કન્સેસન પાસ-૬૯૦ તેમજ વિદ્યાર્થીનીઓને કુલ.૧૧૪૪ ફ્રી પાસ અભ્યાસ અર્થે આપવામાં આવ્યાં છે. આમ જિલ્લામાં કુલ ૧૮૩૪ વિદ્યાર્થી પાસ કાઢીને પાસ યોજનાઓ મુજબ રૂ.૧૧૦૯૦૩૮૬ ની રાહત અત્યાર સુધીમાં આપવામાં આવી છે.

જિલ્લાનાં એસ ટી ડેપો ખાતે કર્મચારીઓ દ્વારા સવારના ૮:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક સુધી પાસ કાઢવાની કામગિરી કરવામાં આવી રહી છે તેથી અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ખુશીની લાગણી જોવા મળી હતી. અને પાસ કાઢવાની કામગીરી કરતા કર્મચારીઓને પણ વિભાગીય નિયામક તેમજ ડેપો મેનેજર દ્વારા સારી કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે