માધવપુર (ઘેંડ) ખાતે માનવ સેવા સમાજના ઉપક્રમે અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત કોળી સમાજના 44 માં સમૂહ લગ્નોત્સવ માં આચાર્ય રાજુભાઈ બાલા ભાઈ પુરોહિત (આજક વાળા ) ના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે 17 નવ યુગલો એ પ્રભુતા માં પગલાં પાડ્યા અને દાતા ઓ દ્વારા અઢળક કરિયાવર આપવામાં આવ્યો તદુપતરત ગ્રામ પંચાયત દ્વારા લગ્ન સર્ટિફિકેટ તૈયાર કરતા તે પણ 17 યુગોલોને એનાયત કરવામાં આવેલ હતા તદ ઉપરાંત માધવપુર ની કોળી સમાજ દ્વારા અત્યાધુનિક લાયબ્રે રી માં 2021 થી ચાલતા સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમાં પાસ થયેલા સરકારી વિભાગ ની નોકરીઓ માં નોકરી માં લાગેલા ભાઈ બહેનોને સર્ટીફિકેટ આપી નવાજમાં આવેલ હતા.
પોરબંદર નજીકના માધવપુર(ઘેડ) ખાતે સમસ્ત માધવપુર કોળી સેવા સમાજના ઉપક્રમે અને માધવપુર કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ અખાત્રીજના દિને શ્રી કૃષ્ણ -રૂકમણી ની વિવાહ ની પવિત્ર ભૂમિ એવા માધવપુર ખાતે ના મધુવન મા આવેલી કોળી સમાજની વાડી સામે આવેલ બ્રહ્મસમાજના અગ્રણી જગદીશભાઇ હેમન્તભાઈ પુરોહિત ના વિશાળ નારિયેળી ના બગીચા ખાતે ૪૪ મા સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું.
શરૂઆતમાં માધવપુર કોળી સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ રમેશભાઈ બચુભાઈ કરગટીયા એ , માધવપુર લૉક મેળા માં વંડીમાં આવાસ ભોજન વ્યવસ્થા માં જ્ઞાતિ જાતિના ભેદ ભાવવગર 15000 લોકો ને નિશુલ્ક સેવા પુરી પાડી છે બાદ સમૂહ લગ્ન માં પ્રતિવર્ષ દાતાઓ ના સહકાર થી અઢળક કરિયાવર આપવામાં આવેછે તેવી વિગતો પ્રસ્તુત કરી સૌ મહાનુભાવો ને આવકાર્યા હતા.
તાલાળા ના પૂર્વ ધારાસભ્ય અને જૂનાગઢ જિલ્લા કોળી સમાજના પ્રમુખ જેઠાલાલ જોરા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સત્કાર સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે માંગરોળ માળીયા વિસ્તાર ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા એ મંગળ દીપ પ્રગટાવી ખુલો મૂકી જણાવ્યું હતું કે સમૂહ લગ્ન એ સામાજિક ક્રાંતિ છે કન્યા કેળવણી નો વ્યાપ વધ્યો હવે વ્યસનો, અંધશ્રદ્ધા કુરિવાજો ત્યજી આર્થિક રીતે પગભર થવાનું છે આજે કોળી સમાજ રાજકીય રીતે સરપંચ થી લઈને ધારાસભ્ય સાંસદ, કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રપતિ પદ શોભાવ્યું છે તે ગૌરવ રૂપ છે.
આધુનિક યુગમાં જૂના વિચારો ત્યજી નવા વિચાર અપનાવી શિક્ષણ ને પ્રધાન્ય આપવું આવશ્યક છે આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ન્યૂ દિલ્હી અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી સંદીપભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કોળી સમાજની વસ્તી 25 કરોડ અને રાજ્યમાં 23 કરોડ છે ત્યારે કોળી સમાજ વાડાબંધી તોડી એક બની સંગઠિત બની સમાજના ઉત્કર્ષ માં લાગી જવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે તાલાળા -માંગરોળ ના પૂર્વ ધારાસભ્ય એડવોકેટ જેઠાલાલ જોરા એ જણાવ્યું હતું કે કોળી સમાજ એકતા, સંગઠિત બની સમાજમાં વિકાસ માં બાધક એવા કુરિવાજો વ્યશનો અંધશ્રદ્ધા ત્યજી શિક્ષણ ને અગ્રતા આપે અને પુત્રવધૂને ને દીકરી સમાન ગણવા વડીલો ને અપીલ કરી નવયુગલોને શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન ડૉ ઈશ્વરભાઈ ભરડા એ આજે બહુધા વસ્તી ધરવાતો કોળી સમાજ પ્રગતિ સાધી નથી શક્યો તેના પાયામાં વ્યસનો નું પ્રમાણ ખુબજ છે યુવા ધન નિર્માલ્ય થતુ જાયઃ છે આ યુવા ધનને બચાવવા માટે દારૂ, તમાકુ, બીડી સિગારેટ, પાન ફાકી જેવા માદક દ્રવ્યો ત્યજવાની અપીલ કરી ને યુવા ધનને સમૂહ લગ્ન માં જોડાવા અને શિક્ષણ ને ટોચ અગ્રતા આપવાની હિમાંયત કરી હતી.
આ તકે જૂનાગઢ ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,કેશોદ ના ધારાસભ્ય દેવાભાઈ માલમ, ગિર સોમનાથના ધારાસભ્ય વિમલ ભાઈ ચુડાસમા, પોરબંદર ના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, કુતિયાણા ના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પ્રભુતા માં પગલાં પાડનાર નવ યુગલોને અભિનંદન સાથે શુભેચ્છઓ પાઠવી હતી.
આ ઉત્સવને સફળ બનાવા માધવપુર કોળી સેવા સમાજના સેવા કર્મી પ્રમુખ રમેશભાઈ કરગટીયા ના માર્ગદર્શન હેઠળ ખોડિયાર ગ્રુપ, અખંડ જ્યોત યુવક મંડળ જય વચ્છરાજ ગ્રુપ સહિતના વિવિધ મંડળો ના ચાલીસ જેટલાં યુવા ભાઈ બહેનો સારી જહેમત ઉઠાવી હતી પ્રતિવર્ષ વિવિદ્ય દાતાઓ વરસી પડે છે આથી આ સમૂહ લગ્નોત્સવ મા 45 જેટલાં વિવિધ દાતાઓ તરફથી 18 નવ દંપતીઓ ને અઢળક કરિયાવરમાં ગૃહ ઉપયોગી માતબર ચીજ વસ્તુ ઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં માધવપુર ના”માં ચામુંડા સાઉન્ડ એન્ડ ડીજે “તથા “ૐ ડીજે “ ની નિ શુલ્ક સેવા પુરી પાડી હતી.
અત્રે ઉલેખનિય છે કે, જૂનાગઢ, ગિર સોમનાથ, પોરબંદર જિલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્ર માં પ્રથમ સમૂહ લગ્નોત્સવ પ્રારંભ કરનાર આ માધવપુરને શ્રેય જાય છે, માધવપુર કોળી સેવા સમાજ વર્ષભર અનેક સેવાકીય પ્રવૃતિ મા અગ્રેસર રહ્યું છે. શ્રીકૃષ્ણ – રુકમણી વિવાહ ઉત્સવ મા યોજાતા રાષ્ટ્રીય લોકમેળામાં પાંચ દિવસ જ્ઞાતિ જાતિ નાં ભેદ ભાવ વગર કોળી સમાજની વાડી ખાતે પચાસ જેટલાં યુવાનો નિઃશુલ્ક આવાસ ભોજન ની સુવિધા જાળવે છે.
તદ ઉપરાંત જન્માષ્ટમી પર્વ જનતા તાવડો યોજી ને મળેલા નફા માંથી જરૂરિયતમંદોને મેડિકલ સહાય આપે છે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પરસોતમભાઈ મોકરીયા,લાખાભાઈ કરગટિયા, અજયભાઈ ભૂવા એ સંભાળ્યું હતું જયારે આભાર દર્શન વિપુલભાઈ વાજા એ કરી હતી.
આ કાર્યક્ર્મમાં અખિલ ભારતીય કોળી સમાજના મહા મંત્રી સંદીપભાઈ મકવાણા, બટુકભાઈ મકવાણા ,જૂનાગઢ જિલ્લા કોળી સમાજ માંધાતા મંડળ ના પ્રમુખ રામદેભાઇ ચુડાસમા, માંધાતાગ્રુપ ના રાકેશભાઈ ભરડા,જિલ્લા ભાજપ ના પૂર્વ મંત્રી માલદેભાઈ ભાદરકા, ઈશ્વરભાઈ ભૂતિયા પટેલ(માંગરોળ ),સરપંચ ભનુભાઇ ભૂવા ,તલાટી કમ મંત્રી લાડવા , (માધવપુર ) દેવાભાઈ ડાભી,(મૂળ માધવપુર )પૂર્વ સરપંચ ગોવિંદભાઈ બાલાસ ( મૂળ માધવપુર )પૂર્વ સરપંચ , દેવસીભાઈ કરગટિયા(માધવપુર , ભરતભાઈ માલમ (સાંગાવાડા ),પોપટભાઈ સગારકા (ઘોડાદર), વિનોદભાઈ વાઢિયા (જાનુડા )જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ કાળુંભાઈ ભૂવા, વિકાસભાઈ કરગટિયા, પ્રભાવતીબેન કરગટિયા, પુરોહિત, સહીત ગિર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લા ના કોળી સમાજ અગ્રણી સહીત ઘેડ પંથકના કોળી સમાજ ના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.





