Thursday, October 16, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ઉત્તમ કામગીરી કરનાર 16 પોલીસ અધિકારી અને કર્મચારીઓનું ક્રાઈમ કોન્ફરન્સમાં પ્રશંસાપત્ર આપી સન્માન કરાયું

પોરબંદર જિલ્લામાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ થી માંડીને કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા પોરબંદર જીલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા સારૂ ક્રાઈમ કોન્ફરન્સ આયોજિત કરવામા આવેલ જેમા સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્રારા પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવામાં આવ્યા હતા

પોલીસ અધિક્ષકની કચેરી ક્રાઈમ કોન્ફરન્સ હોલ ખાતે જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તથા આગામી સમયમાં આવનાર તહેવારો જેમાં દિવાળી તથા નવુ વર્ષ તથા ભાઇબીજના તહેવારો દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થીતી જળવાય, શહેર વિસ્તારમાં ટ્રાફીકની સમસ્યા નિવારવા,દિવાળીના તહેવાર દરમ્યાન શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુનાઓ ન બને તે સારૂ અસરકારક પાસા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા,દિવાળીના તહેવાર સબબ કોમ્બીંગ નાઇટનું આયોજન કરી હોટલ-ધાબા ચેક કરવા,ગ્રામીણ વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા લગાડવા અંગે અકસ્માતનાં બનાવો નિવારવા અંગે,ચાલુ માસ દરમ્યાન નાસતા ફરતા આરોપીઓ પકડવા ,અસામાજીક તત્વો ની પ્રવુતીઓ પર વોચ તપાસ રાખવા અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ.

ક્રાઇમ કોન્ફરન્સમાં પોરબંદર શહેર ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક કૃતુ રાબા,પોરબંદર ગ્રામ્ય ડીવીઝન સુરજીત મહેડુ તથા પોરબંદર એસ.સી./એસ.ટી. સેલ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા તથા તમામ થાણા તથા બ્રાન્ચના અધિકારીઓ હાજર રહેલ હતા તેમજ યોગ્ય તપાસ કરી ગંભીર ગુના આરોપીને ૩ વર્ષની સખત કેદની સજા તથા દંડ કરાવી તથા ગંભીર ગુનાના ઘણા વર્ષથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની તથા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી તથા હથીયારધારાનો કેસ શોધી કાઢી તથા એન.ડી.પી.એસ.નો કેસ શોધી કાઢી તથા પોલીસ જાપ્તામાંથી નાશી જનાર આરોપીને પકડી પાડવાની સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે સારૂ પ્રોત્સાહન રૂપે પોલીસ કર્મચારીઓને પ્રશંસા પ્રત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.

                             પોલીસ કર્મચારીઓને પ્રશંસા પ્રત્ર એનાયત

રાણાવાવપો.ઇન્સ.એન.એન.તળાવીયા, એ.એસ.આઇ. સવદાસભાઇ રામભાઇ ઓડેદરા એ.એસ.આઈ.રણજીતભાઈ ભુરાભાઈ ડાંગર એ ભોગ બનેલ સગીર બાળાની છેડતી અંગેની ફરીયાદ મળતા સત્વરે ગુનો નોંધી આરોપીને શોધી કાઢી આરોપી વિરૂધ્ધમાં પુરતા પુરાવાઓ મેળવી સચોટ તપાસ કરી આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ કમીટ કરતા કોર્ટ દ્વારા આરોપી વિરૂધ્ધના પુરાવાઓ આધારે આરોપીને ૩ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧૦.૦૦0/- ના દંડની સજા કરી સગીર બાળાને ન્યાય અપાવી પ્રસંશનીય કામગીરી કરેલ છે. એલ.સી.બી એ.એસ.આઇ બટુકભાઇ લાખાભાઇ વિંઝુડા પો.હેડ.કોન્સ.ઉપેન્દ્રસિંહ વાઘુભા જાડેજા એ છેલ્લા ૨૮ વર્ષ થી ગેઝેટ પ્રસિધ્ધ નાસતા કરતા આરોપીને અમદાવાદ ખાતે થી શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે. એલ.સી.બી. પો.હેડ.કોન્સ નાથીબેન માલદેભાઇ કુછડીયા પો.કોન્સ. નટવરભાઇ દુદાભાઇ ઓડેદરા એ છેલ્લા ૧૦ વર્ષ થી ગેઝેટ પ્રસિધ્ધ નાસતા ફરતા આરોપીને દિલ્લી ખાતે થી શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે. એલ.સી.બી એ.એસ.આઇ.રણજીતસિંહ અમભાઇ દયાતર એ આસામ રાજયના આરોપીને આસામ પોલીસ દ્વારા નવીબંદર પો.સ્ટે. વિસ્તારમાંથી પકડી લઇ આસામ પોલીસ સ્ટાફ પોરબંદર થી આસામ ટ્રેનમાં લઇ જતા હતા દરમ્યાન પોલીસ જાપ્તામાંથી ભાગી જનાર આરોપીને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

એલ.સી.બી એ.એસ.આઇ. મુકેશભાઇ કાનાભાઇ માવદીયા પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ દશરથસિંહ પરમાર એ પોરબંદર જીલ્લાના ૧૯ લોકોને થાઇલેન્ડ દેશમાં હોટલમાં નોકરી આપવાનો ભરોસો અપાવી થાઇલેન્ડ મોકલી નોકરી નહી અપાવી છેતરપીંડી કરવાના ગુનાના આરોપીને દિલ્લી ખાતે થી શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે. એસ.ઓ.જી પો.હેડ.કોન્સ. ભરતસિંહ કાળુભા ગોહિલ એ આરોપીને દેશી હાથ બનાવટના તમંચા અગ્નિશત્ર સાથે પકડી પાડી હથીયાર ધારાનો ગુનો શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે. એસ.ઓ.જી.એ.એસ.આઇ. રવિન્દ્રભાઇ શાંતીલાલભાઇ ચાંઉ પો.હેડ.કોન્સ.મોહીતભાઈ રાજેશભાઈ ગોરાણીયા એ આરોપીને ૩ કીલો ૫૦૨ ગ્રામ ગેરકાયદેસર ગાંજા સાથે પકડી પાડી એન.ડી.પી.એસ. નો ગુનો શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે. પેરોલ ફર્લો સ્કોડ એ.એસ.આઇ. હરેશભાઇ રામભાઇ સિસોદીયા પો.હેડ.કોન્સ. વજશીભાઇ માલદેભાઇ વરૂ એ પોરબંદર જીલ્લાના કુલ ૪ ગુના તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના કુલ-૨ ગુના તથા જુનાગઢ જીલ્લાનો ૧ ગુનો તથા દેવભુમી દ્વારકા જીલ્લાનો ૧ ગુનો મળી કુલ ૮ પ્રોહીબીશનના ગુનાઓમાં લાલશાહી થી નાસતા ફરતા આરોપીને દિલ્લી ખાતે થી શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે. બગવદર પો.હેડ.કોન્સ. દેવાયતસિંહ રણવીરસિંહ સિસોદીયા એ અનડીટેકટ મંદીર ચોરીનો ગુનો બાતમી મેળવી ડીટેકટ કરી ચોરીમાં ગયેલ ૧૦૦% મુદામાલ સાથે આરોપીને પકડી પાડી મુદામાલ રીકવર કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે