પોરબંદર જીલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષકોના પગાર માટે ની ગ્રાન્ટ સોફ્ટવેર માં ટેકનીકલ ખામી ના લીધે ખાતા માં ટ્રાન્સફર ન થતા જીલ્લાભર ના ૧૫૯૨ શિક્ષકો એ પગાર વગર જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી હતી.
પોરબંદર જીલ્લા પંચાયત ના કર્મચારીઓના પગાર માટે નવો સોફ્ટવેર પ્રેસા ગત તા ૨૮ ઓગસ્ટ થી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દરેક કર્મચારીઓની વિગતો તાત્કાલિક સોફ્ટવેરમાં ઉમેરવાની ઉપલી કચેરીને સુચના મળતા વિગતો અપડેટ કરવામાં આવી હતી. અને ઓનલાઇન પગાર બીલ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં અન્ય કર્મચારીઓ ના પગાર ની ચુકવણી થઇ હતી પરંતુ ૧૫૯૨ પ્રાથમિક શિક્ષકો નો પગાર સોફ્ટવેર માં ટેકનીકલ ખામી ના કારણે થઇ શક્યો ન હતો.
જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ હિરેનભાઈ ઓડેદરા એ જણાવ્યું હતું કે નવા સોફટવેરમાં એટલી બધી અગવડતા અને ગુંચવણો છે કે પગાર બીલ બન્યા નથી અને બને છે એમાં ભુલો રહે છે, જે ભૂલો છે એ સુધારવા માટે શું કરવું તેની ગાંધીનગરના અધિકારીઓ સિવાય કોઈને ખબર નથી. આથી શિક્ષકો ગ્રાન્ટ હોવા છતાં વગર પગારે બેઠા છે. જિલ્લામાં આવેલી ગ્રાન્ટ તાલુકામાં ટ્રાન્સફર કરવાની કોઈ જોગવાઈ જ હજુ સુધી આ સોફ્ટવેરમાં નથી જેથી પગાર કરવા કેમ તેની મુંઝવણ દરેક અધિકારીને સતાવે છે આ સ્થિતમાં કા તો સોફટવેર ઝડપથી ચાલુ કરવામાં આવે અથવા તેના અમલને મુલતવી રાખી પગાર કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે જીલ્લા પંચાયત ના સુત્રો એ જણાવ્યું હતું કે આ સમસ્યા સમગ્ર રાજ્ય માં છે જેના પગાર ૨૮ ઓગસ્ટ પહેલા કરાયા હતા તે થઇ ગયા હતા ત્યાર બાદ સોફ્ટવેર અમલ માં આવતા સમસ્યા સર્જાઈ છે જેનું નિરાકરણ એક બે દિવસ માં આવી જાય તેવી શક્યતા છે.