Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

કુતિયાણા નજીક પોરબંદર આવી રહેલા ટ્રક માંથી વિદેશી દારૂ અને બીયર નો ૧૫ લાખ નો જથ્થો ઝડપાયો:ટ્રક ચાલક અને સપ્લાયર સામે ગુન્હો નોંધાયો

કુતિયાણા નજીક ટ્રક માંથી પોલીસે ૧૫ લાખ ની કીમત નો વિદેશી દારૂ અને બીયર નો જથ્થો ઝડપી લીધો છે. અને ટ્રક સહીત ૨૫ લાખ ના મુદામાલ સાથે એમપી ના શખ્સ ની ધરપકડ કરી છે.

કુતિયાણા પોલીસ જન્માષ્ટીના તહેવાર અનુસંધાને ચૌટા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ માં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે રાજકોટ બાજુથી એમ.પી પાસીંગ વાળો એક ટ્રક વિદેશી દારૂ ભરીને નીકળવાનો છે. જેથી પોલીસ સતર્ક બની હતી. અને રાત્રે દોઢ વાગ્યે એમપી પાસીંગ નો ટ્રક આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. અને ડ્રાઈવરને તાલપત્રી ખોલવાનું કહેતા તેણે તાલપત્રી ખોલવાની ના પાડી હતી. અને ટ્રકના કાગળો માંગતા ન હોવાનુ જણાવ્યું હતું.

આથી પોલીસ ને શંકા જતા ટ્રક માં રહેલ માલ અંગે પૂછતા તેણે મરઘીઓને નાખવાની ચણ ભરી હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે બીલ માંગતા મહારાષ્ટ્ર ના ટ્રાન્સપોર્ટ નું બીલ રજુ કર્યું હતું જેમાં ધુલે થી વેરાવળ સોમનાથ એવું લખ્યું હતું. અને બીજું બીલ સોમનાથ ટ્રેડર્સ માળીયા સાસણ રોડ લખેલું આપ્યું હતું. તેમ છતાં પોલીસે તાલપત્રી ખોલવાનો આગ્રહ રાખતા તે સખ્શે તાલપત્રી ટ્રક માં મરઘી ના ચણ ના સફેદ કલરના બાચકાની આડમાં વિદેશી દારૂ ભર્યો હોવાનું જણાતા પોલીસે ટ્રક ચાલક અને ટ્રક ને પોલીસ મથકે લાવ્યા હતા. અને ટ્રક માં રહેલ દારૂ ની ગણતરી કરતા અલગ અલગ બ્રાંડ ની વિદેશી દારૂ ની રૂ ૧૩,૪૪,૦૦૦ ની કીમત ની ૧૦૭૪૦ બોટલ મળી આવી હતી. ઉપરાંત અલગ અલગ કંપની ના રૂ ૧,૨૦૦૦૦ ની કીમત ના ૧૨૦૦ બીયર ના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે ૧૪,૬૪,૦૦૦ ની કીમત નો દારૂ અને ૧૦ લાખ ની કીમત નો ટ્રક ઉપરાંત એક મોબાઈલ,રૂ ૩૦ હજાર ની કીમત ના ૧૦૦ બાચકા મરઘી નો ચણ મળી કુલ ૨૪,૯૫૦૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને ટ્રક ચાલક ઇન્દોર ના બાઈ ગામ માં રહેતા મુકેશ જગન ગાડગે ની ધરપકડ કરી હતી.

પોલીસે મુકેશ ની આકરી પુછપરછ કરતા આ દારૂ તેને ટ્રક ના માલિક ઇન્દોર ના બાઈ ગામ માં રહેતા ચન્દ્રશેખર મીણા એ વાપીની ગુંજન ચોકડી પાસે ટ્રકમાં ભરવા માટે મોકલ્યો હતો. અને વાપી ખાતે થી મોબાઈલ નંબર ધારકે દારૂનો જથ્થો પોરબંદર બાજુ પહોંચડવાનું કહ્યું હોવાનુ જણાવ્યું હતું. આથી પોલીસે ચંદ્રશેખર અને દારૂ ના જથ્થા અંગે સુચના આપનાર મોબાઈલ નંબર ધારક સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જન્માષ્ટમી ના તહેવાર પૂર્વે દારૂ નો મોટો જથ્થો પકડાતા ચકચાર મચી છે. અને આ દારૂ પોરબંદર માં કોણે મંગાવ્યો હતો તે અંગે પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે