પોરબંદર જીલ્લા માં ૧૪ મતદાન મથકો નું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે.
આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજનાર છે. ત્યારે ૮૩- પોરબંદર અને ૮૪-કુતિયાણા વિધાનસભા વિસ્તાર માટે તા.૧ ડિસેમ્બરના રોજ મતદાન યોજનાર છે. ત્યારે જિલ્લામા ૧૪ સખી મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. મહિલા કર્મચારીઓ સંચાલિત આ સખી મતદાન મથકોમા તમામ કર્મચારીઓ મહિલાઓ જ હશે.
૮૩-પોરબંદર વિધાનસભા વિસ્તાર માટે ૭ સખી મતદાન મથક તથા ૮૪-કુતિયાણા વિધાનસભા વિસ્તાર માટે ૭ સખી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી પોરબંદર વિધાનસભા વિસ્તાર માટે પોરબંદર કડિયા પ્લોટ વિસ્તારમાં ચાર મતદાન મથકો સહિત કુલ ૭ સખી મતદાન મથકો ઉપર મતદારો મતદાન કરી શકશે. આ ઉપરાંત ૮૪- કુતિયાણા માટે ધરમપુર, દિગ્વિજયગઢ સરકારી શાળા, વનાણા સરકારી શાળા, પીપળીયા ગામે સરકારી શાળા, ટેરી, તથા રોઘડા ખાતે સખી મતદાન મથકો ઉભા કરાયા છે.