Tuesday, July 16, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે આવતીકાલે કોસ્ટલ હાફ મેરેથોન માં ૧૩૦૦ સ્પર્ધકો દોટ લગાવશે:૬ વર્ષ ના બાળક થી લઇ ને ૯૦ વર્ષ ના વૃદ્ધમાં પણ ભાગ લેવા ઉત્સાહ

પોરબંદર ખાતે આવતીકાલે રવિવારે કોસ્ટલ હાફ મેરેથોન નું આયોજન કરાયું છે જેમાં ૬ વર્ષ ના બાળક થી લઇ ને ૯૦ વર્ષ સુધી ના વૃદ્ધ સહીત ૧૩૦૦ સ્પર્ધકો એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

પોરબંદરનાં આંગણે શિયાળાની શુભ સવારે આવતીકાલે તારીખ ૧૧, ફેબ્રુઆરી, ૨૦૨૪ ને રવિવારનાં રોજ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ – પોરબંદર દ્વારા કોસ્ટલ હાફ મેરાથોન – ૨૦૨૪ નું આયોજન કરવામાં આવેલ છે. લોકોની આરોગ્ય સારું રહે, તંદુરસ્ત રહે, નિરોગી રહે અને સ્પોર્ટસની મજા માણી શકે તે માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ – પોરબંદર દ્વારા યોજવામાં આવતી આ મેરાથોનમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી દોડવીરો આ સ્પર્ધામાં ભાગ લેવા ઉમટી પડશે. જેમાં ૨ કી.મી. કિડ્સ રન, ૫ કી.મી.ફન રન( ચાલવાનુ ), ૫ કી.મી. સ્માર્ટ રન (સ્પાર્ધાત્મક), ૧૦ – કી.મી.ફિટનેશ રન (સ્પાર્ધાત્મક), ૨૧ કી.મી. હાફ મેરાથોન (સ્પાર્ધાત્મક) વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ યોજાશે. આ સ્પર્ધામાં પોરબંદર શહેરનાં નગરજનો પણ ખુબ ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે.

આ મેરાથોનનો રૂટ ચોપાટી લોકમેળા ગ્રાઉન્ડથી રિલાયન્સ ફુવારો, જુનો ફુવારો, કમલાબાગ, વીર ભનુની ખાંભી થી બિરલા ઇન્દિરાનગર થી ઓડદર થઇને પરત બિરલા ઇન્દિરાનગર વીર ભનુની ખાંભીએથી થઇ પેરેડાઇઝ ફુવારા થી કલેકટરશ્રી બંગલો થી કનકાઇ મંદિરવાળા ગેઇટ થી ચોપાટી થઇને હાથી વાળા ગ્રાઉન્ડનાં ગેઇટથી મેળાવાળા ગ્રાઉન્ડમાં પરતનો ૨૧ કી.મી. માટેનો રહેશે તેમજ ૧૦ કી.મી.વાળા દોડવીરોએ ઇન્દિરાનગર થી પરત થવાનું રહેશે અને ૫ કી.મી.વાળા દોડવીરોએ વીર ભનુની ખાંભી થી પરત થવાનું રહેશે. તેમજ ૨ કી.મી.નો રૂટ લોકમેળા ગ્રાઉન્ડથી કનકાઇ માતાજીનાં મંદિર થઇ ચોપાટી થઇને હાથીવાળા ગ્રાઉન્ડે થી પરત આવવાનું રહેશે.

આ મેરાથોનમાં ૬ વર્ષથી ઉંમરનાં લઇને ૯૦ વર્ષની ઉંમર સુધીનાં દોડવીરો ભાગ લઇ રહ્યા છે જેમાં વિવિધ કેટેગરી વાઇઝ સ્પર્ધાત્મક દોડમાં દોડવીરો નું ઓનલાઇન તથા ઓફલાઇન રજીસ્ટ્રેશન થયેલુ છે અને તેઓ ઉપર મુજબનાં રૂટમાં અલગ અલગ કેટેગરી વાઈઝ દોડ લગાવશે. દોડવીરોની સુવિધા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ – પોરબંદર દ્વારા સવારે રીપોટીંગ પુર્ણ થયા બાદ એક્સટ્રીમ ફીટનેશ કેર દ્વારા ઝુમ્બા ડાન્સ સાથે સ્ટ્રેચિંગ કરાવવામાં આવશે. રૂટ ઉપર દર ૨ (બે) કી.મી.એ મંડપો સ્વયંસેવકો સાથે ગોઠવવામાં આવેલ છે. જેમાં પાણી, એનર્જી ડ્રિન્ક્સ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તેમજ અમુક અંતરે ડી.જે.ની સગવડતાઓ પણ રાખવામાં આવેલી છે. ગ્રાઉન્ડ ઉપર ચા-પાણી તથા નાસ્તા ની વ્યવસ્થા દોડવિરો માટે રાખવામાં આવેલ છે.

આ મેરાથોનને સફળ બનાવવા સહયોગ આપનાર ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલીકા, જિલ્લા વહીવટી તંત્ર, રોટરી ક્લબ ઓફ પોરબંદર તેમજ મેડીકલ સેવાઓ માટે સીવીલ હોસ્પિટલ – પોરબંદર, આરોગ્ય વિભાગ – પોરબંદર તથા ૧૦૮ ઇમરજન્સી- ટીમ સેવા પુરી પાડવામાં આવશે. પોરબંદર પોલીસ વિભાગ દ્વારા આ મેરાથોનનાં દોડવીરોની સલામતી માટે ખુબ સુંદર ટ્રાફીક કંટ્રોલ તેમજ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાગ લેનાર દોડવીરોને તા.૧0/0૨/૨૦૨૪ ને શનિવારનાં રોજ તેમની કીટમાં, ટી-શર્ટ, બીબ, ચેસ્ટ નંબર સાથે આગલા દિવસે આપી દેવામાં આવશે. દોડવીરોએ ટી-શર્ટ પહેરી બીબ નંબર ટી-શર્ટમાં લગાવી ભાગ લેવાનો રહેશે તેમજ વિજેતાઓને માટે આશરે ૨.૫૦ (અઢીલાખ) ના ઇનામો રાખવામા આવેલ છે અને વિજેતાઓ માટે ટ્રોફી, સર્ટીફીકેટ અને ફનરન સીવાય ના તમામ દોડવીરો માટે મેડલ તથા ઇ-સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. આ ઇવેન્ટમાં રાહુલભાઇ ડાંગર, રેસ ડાયરેક્ટર, રાજકોટ તરફથી ટેકનીકલ એડવાઇઝર તરીકેની સેવા આપશે. તેમજ આલ્ફા સોલ્યુશન, પુણે (RFID) ની ડીજીટલ ટાઇમીંગ સિસ્ટમ સાથે વિજેતાઓનું રીઝલ્ટ શીટ તૈયાર થશે.

આ ઇવેન્ટને સફળ બનાવવા દોડવીરોને એક મહિનાથી ચોપાટી ખાતે તરૂણભાઇ ગોહેલ તથા જનકભાઇ ભરાડીયાએ ખુબ સુંદર તાલીમ કેમ્પનું આયોજન કર્યું હતું. આ મેરાથોનમાં ભાગ લેનારની મેડીકલ સલામતી માટે ડો.દર્શકભાઇ પટેલ, ડો. કૃણાલ ગોઢાણીયા અને તેમની ટીમ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત રહેશે. દોડવીરોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબે તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવેલ છે. પોરબંદર જિલ્લાના નગરજનોએ વહેલી સવારે આ મેરાથોન નિહાળવા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે