પોરબંદરમાં ૧૩ જેટલા હેડકોન્સ્ટેબલનું એ.એસ.આઈ. તરીકે પ્રમોશન થયુ છે. પોરબંદરના જિલ્લા પોલીસવડા બી.યુ.જાડેજાએ પોરબંદરના જુદા-જુદા પોલીસમથકોમાં અનાર્મ્ડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૧૩ જેટલા પોલીસ કર્મચારીઓને અનાર્મ્ડ એ.એસ.આઇ. તરીકે પ્રમોશન આપ્યુ છે જેમાં પોલીસ હેડકવાર્ટરના મનસુખભાઈ હરીશભાઈ મહેતા, અલ્પેશભાઇ ચનાભાઇ રાઠોડ, બગવદર પોલીસમથકના હઠીસિંહ દેવદાનભાઈ સીસોદીયા, મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પરબતભાઈ વેજાભાઈ મકવાણા, એસ.ઓ.જી.ના રવિન્દ્રકુમાર શાંતિલાલ ચાઉ, કીર્તિમંદિર પોલીસસ્ટેશનના રણજીતસિંહ દયાતર, હાર્બર મરીન પોલીસ સ્ટેશનના કૈલાસભાઈ લોઢારી, રાણાવાવ પોલીસસ્ટેશનના હરદાસભાઈ કનારા, નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પ્રવીણભાઈ ભુવા, રાણાવાવ પોલીસ સ્ટેશનના રાયદેભાઈ ઓડેદરા, નવીબંદર મરીન પોલીસસ્ટેશનના દેવાભાઈ એભાભાઈ ઓડેદરા, પેરોલ ફર્લો સ્કવોડના પીયુષભાઈ બોદર અને ઉદ્યોગનગર પોલીસ મથકના ભાવિનકુમાર પ્રવીણભાઇ કારેણાનો સમાવેશ થાય છે. આ તમામને આસીસ્ટન્ટ સબ ઇન્સપેકટર તરીકે બઢતી અપાઇ છે.જેથી તમામ પર અન્ય પોલીસ સ્ટાફ અને મિત્રવર્તુળ દ્વારા અભિનંદન વર્ષા કરાઈ હતી.
પોરબંદરમાં ૧૩ હેડકોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન મળતા અભિનંદન વર્ષા:જાણો કોનું થયું પ્રમોશન
Related News
આ પોસ્ટ શેર કરો
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print