પોરબંદરના બગવદર પોલીસ મથક માં ફરજ બજાવતા જી.આર.ડી.ના જવાનને ૧૨ વર્ષ પૂર્વે ના લાંચ રૂશ્વતના ગુન્હામાં ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
પોરબંદર ના ફટાણા ગામે રહેતા બાબુ રાજાભાઈ ઓડેદરા ૨૦૧૨ ના અરસામાં કેશુભાઈ સાથે દુધનો ધંધો કરતા હોવાથી મનદુ:ખ થયું હતું અને જે અંગે બોલાચાલી અને મારા-મારી થતા કેશુભાઈએ બાબુ સામે બગવદર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. જે ગુન્હા ની તપાસ હેડ કોન્સ્ટેબલ દિનેશ નારણભાઈ ચાચિયા કરતા હોવાથી બાબુ ને તેણે માર ન ખાવાના ચાર હજાર રૂપિયા સાથે લઈ જી.આર.ડી. સભ્ય સંજય અરજનભાઈ દિવરાણીયા પાસે હાજર થઈ જવા જણાવ્યું હતું.
ત્યાર બાદ સંજયે પણ તેને ફોન કરી રૂપિયા લઈને રજુ થવાનું જણાવતા બાબુ લાંચ આપવા ન માંગતો હોવાથી તેણે એસીબી માં ફરિયાદ આપતા એસીબી એ છટકું ગોઠવ્યું હતું પંચોની હાજરીમાં બાબુ પાસેથી સંજયે લાંચ ની માંગણી કરી સ્વીકારી હતી જેમાં તે રંગે હાથ ઝડપાઈ ગયો હતો જેથી તેની સામે એ.સી.બી. પોલીસ મથકમાં લાંચ-રૂશ્વત નિવારણ અધિનિયમ ની વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો જે કેસ ની ટ્રાયલ દરમિયાન મદદનીશ સરકારી વકીલ અને એડી. પબ્લિક પ્રોસીક્યુટર અનિલ જે.લીલા એ પ્રોસીકયુશન તરફે ૭ સાહેદોની જુબાની લેવામાં આવી હતી. અને અલગ-અલગ દસ્તાવેજો રજુ કરવામાં આવ્યા હતા ટ્રાયલના અંતે આરોપી વિરુધ્ધ રેકર્ડ પર રજુ થયેલ પુરાવા તથા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા પરથી કેસ પુરવાર કરવામાં આવ્યો હતો જેથી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.પંચાલ ની કોર્ટ દવારા સંજયને ૫ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ નો દંડની સજાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.